નદી કીનારે મોટર ચાલુ કરવા ગયેલા યુવાન ખેતરમાં પાછા ન આવ્યા, તેથી માતા દીકરાની તપાસ કરવા ગઈ અને ત્યારે બન્યું એવું કે…

Published on: 10:08 am, Mon, 25 April 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક માતાને તેના પુત્રનું મૃતદેહ નદીમાં તરતી જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ કપરાડાના ખુટલી ગામનો યુવાન દોલધાનદીના કિનારે લગાવેલી પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો. યુવાન મોટર ચાલુ કરવા ગયો તેનો ઘણો સમય થઈ ગયો પરંતુ તે પાછો આવ્યો નહીં.

ત્યારે યુવાનની માતા નદી કિનારે ગઈ હતી. ત્યારે નદી કિનારે માતાને નદીમાં પોતાના દીકરાનું મૃતદેહ તરતો જોવા મળ્યું હતું. આ ઘટના બનતા જ ગામના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર ખુટલી ગામના નિશાળ ફળિયામાં રહેતો 45 વર્ષીય રાજેશભાઈ નામના યુવક ખેતીવાડીનું કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર રાજેશભાઈ દોલધા નદીના કિનારે લગાવેલી મોટર ચાલુ કરવા માટે નદી કિનારે ગયા હતા.

મળતી માહિતી અનુસાર ઘણો સમય થઈ ગયો છતાં પણ ખેતરમાં પાણી ન આવ્યું અને મોટર ચાલુ કરવા ગયેલા રાજેશભાઈ પણ પરત ન આવ્યા. તેથી રાજેશભાઈની માતા રાજેશભાઈ ની તપાસ કરવા માટે નદી કિનારે ગઈ હતી. ત્યારે રાજેશભાઈની માતાને નદીમાં રાજેશભાઈ મૃતદેહ તરતુ દેખાયું હતું.

આ ઘટનાની જાણ થતાં ગામના સરપંચ અને અન્ય ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, જ્યારે રાજેશભાઈ નદી કિનારે આવેલી મોટર શરૂ કરી, ત્યારે મોટર માંથી પાઈપ નીકળી ગઈ હતી.

પાઈપ નીકળતાં રાજેશભાઈ પાણીમાં ઉતર્યા હતા આ દરમિયાન રાજેશભાઈનો પગ લપસી જતાં તેમનું માથું પથ્થર સાથે અથડાયું હતું. જેના કારણે તે નદીમાં ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર રાજેશભાઈના કપાળના ભાગે ગંભીર નિશાન હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રાજેશભાઈના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નદી કીનારે મોટર ચાલુ કરવા ગયેલા યુવાન ખેતરમાં પાછા ન આવ્યા, તેથી માતા દીકરાની તપાસ કરવા ગઈ અને ત્યારે બન્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*