આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. જેમાં એક જણાની બેદરકારીને કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી દેવી છે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પ્રશાસનની બેદરકારીના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર યુવકની બાઇક ગટરના ખુલ્લા ઢાંકણા પર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલે જોરદાર હતી કે યુવક હવામાં ઉછળીને થોડીક દૂર જઈને પડ્યો હતો.
આ અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું દર્દનાક મોત થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના પંજાબના ફરીદાકોર્ટમાંથી સામે આવી છે.
અહીં એક યુવક પોતાની બાઈક લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં પ્રશાસનની અધૂરા મુકેલા કામના કારણે ગટરનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું. જ્યારે યુવક ત્યાંથી પસાર થાય છે ત્યારે તે ગટરના ઢાંકણા સાથે અથડાય છે અને ગંભીર અકસ્માતનો શિકાર બને છે.
ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે ટક્કર બાદ યુવક હવામાં ઉછળીને દૂર જઈને પડે છે અને બાઈક બે-ત્રણ વખત પલટી ખાઈ જાય છે. પ્રશાસનના અધુરા કામના કારણે આજે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં યુવકના માથાના વાગે ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર તેનું ઘટના સ્થળે મોજ થયું હતું.
ગટરના ઢાંકણા સાથે બાઈક અથડાતા બાઇક ચાલક યુવક હવામાં ઉછળીને દૂર જઈને પડ્યો, યુવકનું કરુણ મોત… જુઓ અકસ્માતના સીસીટીવી ફૂટેજ… pic.twitter.com/hLLPia584p
— GUJJU ROCKZ (@gujju_rockz) December 17, 2022
યુવકના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે, ફરીદાકોર્ટમાં છેલ્લા છ મહિનાથી વધુ સમયથી ગટરનું કામ ચાલુ છે પણ હજુ કામ પૂર્ણ થઈ શક્યું નથી. જેના કારણે વાર નવાર આવા અકસ્માત બને છ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment