બાઈક સવાર યુવકના ગળામાં સામેથી આવી રહેલા ટ્રકનું દોરડું ફસાયું, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… જુઓ હચમચાવી દે એવો માર્ગ અકસ્માતનો વિડીયો…

Published on: 7:02 pm, Fri, 16 December 22

આજકાલ સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર ગંભીરા અકસ્માતની ઘટનાના વિડીયો જોતા હશો. ઘણી વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે એક બાઈક ચાલક અકસ્માતનો શિકાર બન્યો છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર એક બાઈક સવાર યુવકના ગળામાં ટ્રકનું દોરડું ફસાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ગળામાં દોરડું ફસાયા બાદ યુવક હવામાં ઉછળીને રોડ પર નીચે પડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના તમિલનાડુના થુથુકુડી વિસ્તારમાં બની હતી. અહીં રહેતો એક મુથુ નામનો યુવક પોતાની બાઈક લઈને કામ પર જઈ રહ્યો હતો. તે રસ્તા પર શાંતિથી બાઈક ચલાવીને જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તા પર સામેથી આવતા ટ્રકના સાઈડમાં બાંધેલા દોરડામાં તેનું ગળું ફસાઈ ગયું હતું. જેના કારણે મુથુ બાઈક પરથી ઉછળીને જમીન પર પડે છે. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લગભગ બે મિનિટ બાદ મુથુ ભાનમાં આવ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાણકારી થઈ નથી. મળતી માહિતી અનુસાર ફાનમાં આવ્યા બાદ જ્યારે બાઇક ચાલક વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે મને કાંઈ ખબર જ નથી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગળામાં દોરડું ફસાયા બાદ કેવી રીતે બાઈક ચાલક યુવક જમીન પર ભટકાય છે. વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે બાઈક ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હશે પરંતુ સદનસીબે આ ઘટનામાં તેને કંઈ થયું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક સવાર યુવકના ગળામાં સામેથી આવી રહેલા ટ્રકનું દોરડું ફસાયું, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… જુઓ હચમચાવી દે એવો માર્ગ અકસ્માતનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*