પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જન્મ ગુજરાતના આ નાનકડા એવા ગામમાં થયો હતો, ચાલો જાણીએ આજે તેમનો પરિવાર શું કરે છે અને ક્યાં રહે છે…

Published on: 11:11 am, Sat, 17 December 22

હાલમાં મિત્રો અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી ચાલી રહી છે. દરરોજ લાખોની સંખ્યામાં હરિભક્તો અહીં મુલાકાતે આવી રહ્યા છે. મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અનંત જીવોનું કલ્યાણ કર્યું છે અને આજના સમયમાં પણ તેઓ પોતાના તમામ હરિભક્તોની ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે.

તો મિત્રો આજે આપણે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વિશે કેટલીક અનોખી વાતો કરવાના છીએ. જેમ કે તેમનું જીવન કેવું હતું, તેમનું પરિવાર આજે શું કરી રહ્યું છે અને તેમના પરિવારમાં કોણ કોણ રહે છે. પ્રમુખસ્વામી મહારાજનું જન્મ 7 ડિસેમ્બર 1921ના રોજ ગુજરાતના વડોદરાની પાસે આવેલા ચાણસદ ગામમાં મોતીભાઈ પટેલ અને દિવાળીબેનને ત્યાં થયો હતો.

પ્રમુખસ્વામી મહારાજનું બાળપણનું નામ શાંતિલાલ હતું. તેઓ બાળપણથી જ સત્સંગ સાથે જોડાયેલા હતા. પ્રમુખસ્વામી મહારાજના માતા પિતા પણ ગુરુ શાસ્ત્રીજી મહારાજના ભક્ત હતા. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ જ્યારે તરુણ વહીના થયા ત્યારે શાસ્ત્રીજી મહારાજ તેમને દીક્ષા લેવાની આજ્ઞા કરી હતી.

પ્રમુખસ્વામી મહારાજ 7 નવેમ્બર 1939ના દિવસે પોતાનું ઘર અને પોતાનું ગામ છોડીને શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચ્યા હતા. ત્યાં પ્રમુખસ્વામી મહારાજ દીક્ષા લીધી હતી અને ત્યાર પછી સમય આવતા જ શાસ્ત્રીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજને સ્વામિનારાયણ સંસ્થાના વડા બનાવ્યા હતા. ત્યાર પછી તો પ્રમુખસ્વામી મહારાજ પરિવારનો મોહ છોડીને અનંત જીવોનું કલ્યાણ કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજના પરિવારની વાત કરીએ તો, પ્રમુખસ્વામી મહારાજને ત્રણ બહેનો અને બે ભાઈઓ હતા. પ્રમુખસ્વામી મહારાજના ભાઈઓના નામ ડાયાભાઈ અને નંદુભાઈ હતા. બહેનોમાં સૌથી મોટા બેન કમળાબેન, ગંગાબેન અને સવિતાબેન હતા. પ્રમુખસ્વામી મહારાજની બે બહેનોનું સાસરિયું ભાયલી ગામમાં આવેલું છે અને એક બહેનનું સાસરીયુ ઉમરેઠાના ઓડ ગામમાં આવેલું છે.

પ્રમુખસ્વામી મહારાજ ધામમાં ગયા બાદ આણંદમાં રહેતા તેમના બહેન ગંગાબેનનું નિધન થયું હતું. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજના ભાભી જશોદાબેનનું પણ નિધન થયું હતું. હાલમાં પ્રમુખસ્વામી મહારાજના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં એક માત્ર તેમનો ભત્રીજો અને તેમનો પરિવાર છે. હાલમાં તેઓ વડોદરામાં અક્ષર દર્શન બંગ્લોઝમાં રહે છે.

પ્રમુખસ્વામી મહારાજના ભત્રીજાનું નામ અશોકભાઈ પટેલ છે. અશોકભાઈ પટેલના પરિવારમાં તેમની પત્ની એક દીકરો અને દીકરી છે. અશોકભાઈ પટેલ પ્રમુખસ્વામી મહારાજના સૌથી મોટાભાઈ ડાયાભાઈના દીકરા છે. હાલમાં અશોકભાઈ અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં પ્રમુખસ્વામી નગરીમાં મંડળના સંચાલકની જવાબદારી નિભાવી રહ્યા છે.

અશોકભાઈના દીકરાનું નામ પરેશ છે અને તેની ઉંમર 26 વર્ષની છે. જ્યારે અશોકભાઈની દીકરીનું નામ વિધિ છે અને તેની ઉંમર 20 વર્ષની છે.પ્રમુખસ્વામી મહારાજ જે પારણામાં ઝુલ્યા હતા તે પારણું પણ અશોકભાઈ પટેલે હજુ સુધી સાચવી રાખ્યું છે. એટલું જ નહીં પરંતુ અશોકભાઈ પટેલ પાસે પ્રમુખસ્વામી મહારાજની અસ્થિ પણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો