દિવાળી પહેલા રાજ્યમાં કોરોના ને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર, જાણો સમગ્ર મામલો

ગુજરાત રાજ્યમાં દિવાળી પહેલા કોરોનાવાયરસ એ ફરી એક વખત માથું ઉચક્યું છે. રાજ્યમાં ફરી એક વખત છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૨૫ નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોના ની સારવાર લઈ રહેલા છ દર્દીઓના મોત નિપજ્યા છે જેને ગણતા ફૂલ મૃત્યુ આક ૩૭૭૯ પર પહોંચ્યો છે. ગુજરાત રાજ્યમાં હાલ ૧૨,૨૪૫ એક્ટિવ કેસ છે.

જ્યારે ૧,૬૭,૮૨૦ લોકોને સારવાર દરમ્યાન રજા આપી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય માં ૭૪ દર્દી વેન્ટિલેટર પર છે અને ૧૨,૧૭૧ લોકો સ્તેબલ છે. ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારની હવે થોડાક જ દિવસની વાર છે ત્યારે કોરોનાવાયરસ એ ફરી એક વખત ઉછાળો લીધો છે.

જેરાજ્ય સરકાર અને સમગ્ર રાજ્ય માટે ચિંતાજનક સમાચાર છે. રાજ્યમાં આજે કુલ ૧૩૫૨ દર્દીઓ સાજા થયા હતા અને આજરોજ ૫૨,૯૭૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૬,૨૫,૮૭૬ ભેસ કરવામાં આવ્યા છે અને રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૨૮ ટકા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*