હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પેટ્રોલ પંપ પર ઉભેલી એક મહિલાને ટ્રક ચાલક કચડી નાખે છે. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર મહિલા પેટ્રોલ પંપ પર પોતાના પતિની રાહ જોઈને ઉભી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ટ્રક ચાલકે મહિલાને ટક્કર લગાવી હતી.
ત્યારબાદ ટ્રક ચાલકે ખૂબ જ ઝડપમાં ટ્રક રિવર્સ લીધો અને ટ્રક લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો ટ્રક ચાલકે ટ્રક ઉભો રાખ્યો ન હોત તો મહિલાને પોતાનો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત. બરાબર આ ઘટના બન્યા બાદ મહિલાને તાત્કાલિક જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના જાવરામાં બની હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગી રહ્યું છે કે ટ્રક ચાલકે જાણી જોઈને મહિલાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતકવાસાના રહેવાસી જવાહર લાલ નામનો વ્યક્તિ પોતાની પત્ની શાંતિભાઈ સાથે બાઈક પર કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો.
આ દરમિયાન તેઓ રસ્તામાં પેટ્રોલ પંપ પર બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે રોકાયા હતા. જવાહરલાલ પેટ્રોલ પંપ પર ગયો હતો અને તેની પત્ની બહાર રાહ જોઈને ઉભી હતી. આ દરમિયાન એક ટ્રક શાંતિબાઈને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવે છે. ટ્રક મહિલાની ઉપર પસાર થઈ ગયો હતો.
પતિની રાહ જોઈને પેટ્રોલ પંપ પર ઉભેલી પત્નીને ટ્રકે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, ત્યારબાદ થયું એવું કે…સીસીટીવી ફૂટેજ જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે… pic.twitter.com/zCtjr5wiLu
— GUJJU ROCKZ (@gujju_rockz) August 4, 2022
ટ્રકના ડ્રાઇવરને આ વાતની જાણ થતા તે ટ્રક રિવર્સ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના બન્યા બાદ શાંતિબાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને મહિલાના ભત્રીજાએ ટ્રકચાલક વિરુદ્ધ આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment