યુવકે યુવતીના કપાળ પર ગોળી ચલાવી અને ત્યારબાદ પોતાના પર પણ ગોળી ચલાવી, યુવતીનું કરુણ મૃત્યુ – જુઓ લાઈવ જીવ ટુંકાવાનો વિડીયો…

Published on: 1:07 pm, Thu, 4 August 22

આજકાલ દેશમાં જીવ ટૂંકાવાની ઘટના સામાન્ય બની ગયો તેવું લાગી રહ્યું છે. કારણકે આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં જીવ ટૂંકાવા જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે પ્રેમી અને પ્રેમિકાનો જીવ ટૂંકાવાનો એક વિડીયો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે પણ હચમચી જ હશો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સૌપ્રથમ પ્રેમી પોતાની પ્રેમિકા પર ગોળી ચલાવે છે અને ત્યારબાદ પોતાના પર ગોળી ચલાવે છે. આ ઘટનામાં પ્રેમિકાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યુવકની હાલત ગંભીર છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટના બનતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઘટના મૈનપુરીમાં બેવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગગ્ગરપુર રોડ ઉપર બની હતી. જાણવા મળી રહ્યું છે કે, બુધવારના રોજ લગભગ ત્રણ વાગ્યાની આસપાસ પ્રેમિકા અને પ્રેમી કેનાલ પાસે બેસીને વાત કરી રહ્યા હતા. બંને લગભગ એક કલાક સુધી અહીં બેઠા હતા.

ત્યારબાદ અચાનક પ્રેમી પોતાની પ્રેમિકા પર ગોળી ચલાવે છે અને પછી તે પોતાના ઉપર પણ ગોળી ચલાવે છે. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. ફોરેન્સિકની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, યુવકનું નામ અંકિત અને યુવતીનું નામ સોની શાકય છે.

યુવતી ની ઉંમર 20 વર્ષની હતી. છેલ્લા ઘણા મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. આ વાતની જાણ પરિવારજનોને થઈ હતી અને પરિવારજનોને બંનેના પ્રેમ સંબંધથી સખત નફરત હતી. યુવક અને યુવતી વચ્ચે અચાનક એવું તો શું થયું હશે તે યુવકના સાજા થયા બાદ જ જાણવા મળશે. યુવતીના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "યુવકે યુવતીના કપાળ પર ગોળી ચલાવી અને ત્યારબાદ પોતાના પર પણ ગોળી ચલાવી, યુવતીનું કરુણ મૃત્યુ – જુઓ લાઈવ જીવ ટુંકાવાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*