હાલ તો આપણી સમક્ષ આંધ્રપ્રદેશના વિશાખાપટનમમાંથી એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કિસ્સા વિશે જણાવીશું તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વાત જાણે એમ છે કે આંધ્રપ્રદેશના વિશાખાપટનમાંથી સોમવારે એક યુગલ તેમના લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે આર.કે બીજ પર ગયા હતા.
તે દરમિયાન ઘડીકમાં પત્ની ગુમ થઈ જતા પતિને લાગ્યું કે એ દરિયામાં ડૂબી ગઇ છે તેથી તેને શોધખોળ હાથ ધરી હતી. થોડીવારમાં તેને ખબર પડી કે તે આંધ્રના તેની પત્ની પ્રેમી સાથે છે એવામાં જ પોતાની પત્ની અધવચ્ચેથી ગાયબ થઈ શકતા પતિએ પત્નીની શોધ ખોળ કરવા માટે પોલીસને જાણ કરી હતી.
એ ઉપરાંત બે દિવસ સુધી તો પોલીસે દરિયા કિનારે અને આસપાસના વિસ્તારોમાં પણ તેની શોધ કરી હતી. એટલું જ નહીં પરંતુ એ પતિ દ્વારા સર્ચ એન્જિન ઓપરેશન જેમાં વહીવટી તંત્ર દ્વારા લગભગ એક કરોડ જેટલો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. પત્નીની શોધમાં નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી સાથે જ મરીન પોલીસ ડાઈવર્સ માછીમારોએ પણ શોધખોળ કરી હતી.
પરંતુ થોડીવારમાં ખબર પડી કે તે પોતાના પ્રેમી સાથે છે ત્યારે એ પત્ની વિશે વાત કરીશું તો 21 વર્ષની સાહિપ્રિય વિશાખાપટનમની રહેવાસી છે. તેણે બે વર્ષ પહેલાં જ શ્રી કાકુલમ ના રહેવાસી એવા શ્રીનિવાસ રાવ સાથે લગ્ન કર્યા હતા અને તેમની બીજી એનિવર્સરી ઉજવવા માટે તેઓ એક બીજ પર ફરવા ગયા હતા.તે દરમિયાન જ પત્નીએ આવું કર્યું હતું.
જ્યારે એક કપલ બીચ પર ફરી રહ્યું હતું એવામાં જ પતિને એક ફોન આવતા તે પત્નીને છોડીને બીજી બાજુ ચાલ્યો ગયો હતો. એમાં તેની પત્ની પોતાના ફોનથી સેલ્ફી લઈ રહી હતી અને અચાનક જ તે પાછો આવ્યો ત્યારે તેની પત્ની નહોતી તો તેની લાગ્યું કે તેની પત્ની દરિયામાં જણાઈ ગઈ છે.
તેને તરત જ પોલીસને જાણ કરી.પરંતુ વાત જાણે એમ હતી કે એ શ્રી નિવાસ રાવની પત્ની એવી સાહિ પ્રિય જે બીજ પરથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને ટ્રેનમાં બેસીને નેલ્લોર પહોંચી ગઈ હતી. એવામાં તેણે સોશિયલ મીડિયા પર પણ તેમનું એકાઉન્ટ ડીલીટ કરી દીધું હતું અને ફોન લઈને ગઈ ન હતી.
નેલોર માં પહોંચતા ની સાથે જ તેણે એક નવું સીમ ખરીદી તેની માતા અને પિતા બંનેને સંદેશો મોકલ્યો હતો કે તે સુરક્ષિત છે અને તે તેના બોયફ્રેન્ડ રવિ સાથે છે અને વધુમાં જણાવતા કહ્યું કે તેને રવિ સાથે લગ્ન પણ કરી લીધા છે.આ ઉપરાંત તેણે પોતાના માતા પિતાને ધમકી પણ આપી હતી કે જો તેને શોધવાનો પ્રયાસ કરશે તો તે આત્મહત્યા કરી લેશે ત્યારે ખરેખર આ ગજબનો જ કિસ્સો કહી શકાય જેમાં બીચ પર ગુમ થયેલી પત્નીને શોધવા માટે પોતાના પતિએ એક કરોડ જેટલા રૂપિયા ખર્ચ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment