પિતા અને પુત્રની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…! પિતાના મોતના સમાચાર મળતા જ દીકરાએ… પટેલ પરિવારમાં માતમ છવાયો…

Published on: 12:23 pm, Thu, 21 December 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ દુઃખદ ઘટના ગુજરાતના અંકલેશ્વર માંથી સામે આવી રહી છે. વાત કરીએ તો અંકલેશ્વરમાં GIDC વિસ્તારમાં આવેલ ગણેશ પાર્કમાં એક પટેલ પરિવાર રહે છે.

આ પરિવારના મોભી ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કરવા માટે ગયા હતા. અહીંથી તેઓ મહાકાલેશ્વર ના દર્શન કરીને બસમાં ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. પરિવારના મોભીના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

પિતાના મોતના સમાચાર મળતા જ દીકરાને ભારે આઘાત લાગ્યો હતો અને પછી દીકરાએ કંઈક એવું પગલું ભર્યું કે આખું પરિવાર દોડતું થઈ ગયું હતું. પિતાના મોતના સમાચાર મળ્યા બાદ દીકરાને પિતાના મોતનો આઘાત સહન ન થતાં દીકરાય પોતાના ઘરની બાજુમાં આવેલી ચાર માળની બિલ્ડીંગ પરથી નીચે કૂદીને સુસાઇડ કરી લીધું હતું.

પેલા પિતા અને પછી દીકરાનું મોત થતા જ એક જ ઝટકામાં એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હતો. પછી જ્યારે પિતા અને દીકરાની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા અને પરિવારના સભ્યોએ અંતિમયાત્રામાં હૈયાપાટ રુદન કર્યું હતું.

આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. મિત્રો વાત કરીએ તો હાર્ટ એટેક આવવાના કારણે મોત થનાર વ્યક્તિનું નામ સંજયકુમાર રમેશભાઈ પટેલ હતું. સંજય કુમારના પરિવારમાં તેમની પત્ની, મોટી દીકરી અને નાનો દીકરો હતો.

સંજય કુમારનું મોત થયા બાદ સૌથી મોટો આઘાત તેમના 16 વર્ષના દીકરાને લાગ્યો હતો. પિતાના મોતનો આઘાત સહન ન થતા દીકરાય સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ હસતો ખેલતો પટેલ પરિવાર વિખરાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પિતા અને પુત્રની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…! પિતાના મોતના સમાચાર મળતા જ દીકરાએ… પટેલ પરિવારમાં માતમ છવાયો…"

Leave a comment

Your email address will not be published.


*