જાન્યુઆરીની આ તારીખે બે મિનિટ માટે થંભી જશે સંપૂર્ણ દેશ, જાણો ત્યારે શું થવાનું છે?

100

આવનારી 30 મી જાન્યુઆરી એ બપોરે 11 વાગ્યે 2 મિનિટ માટે સમગ્ર ભારત દેશ થંભી જશે.30 મી જાન્યુઆરી એટલે ભારતના મહાત્મા ગાંધી નું મૃત્યુ તિથિ છે જેને દર વર્ષે શહીદ દિવસ તરીકે ભારતમાં ઉજવવામાં આવે છે. આ દિવસે કેન્દ્ર સરકારે નવો એક આદેશ જાહેર કર્યો છે.

અને તેમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસને દર વખતની જેમ શહીદ દિવસ તરીકે મનાવવા નું નક્કી કરાયું છે અને સાથે જ તમામ રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોની નિર્દોષ જાહેર કર્યો છે અને એમાં દેશની આઝાદી માટે બલિદાન દેનાર માટે બે મિનિટનું મૌન ધારણ રાખવામાં આવ્યું છે.

સાથે આ દરમિયાન કામકાજ અને આવન જવાન પર પણ રોક લગાવવામાં આવશે.30 જાન્યુઆરી, 1948 માં મહાત્મા ગાંધી ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ દિવસે સાંજે જ્યારે તે સંધ્યાકાળની પ્રાર્થના માં હાજરી આપવા જઈ રહ્યા હતા.

ત્યારે નાથુરામ ગોડસે દ્વારા તેમના પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી.શહીદ દિવસ માટે જ આદેશ ગૃહ મંત્રાલય તરફથી જારી કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે દર વર્ષે 30 જાન્યુઆરી 11 વાગ્યે 2 મિનિટ માટે મૌન રાખવામાં આવશે.

અને આ સાથે સમગ્ર દેશમાં બે મિનિટ માટે કોઈ જાતનું કામકાજ અથવા આવન-જાવન નહીં થાય.ગૃહ મંત્રાલયના આદેશ મુજબ આ અમલ ફરજિયાત કરવાનું રહેશે. જે જગ્યાઓ પર સિગ્નલ નથી.

ત્યાં સુવિધા મુજબ કોઈપણ રીતે સંદેશ પહોંચાડવામાં આવશે.કહેવાયું છે કે પહેલા મૌન દરમિયાન કોઈપણ ઓફિસમાં કામકાજ ચાલુ રહેતું હતું પરંતુ હાલમાં આને સખ્તાઈ થી લાગુ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!