રશિયાની કોરોના વેક્સિન ની સફળતા પર WHO એ આપ્યું મોટું નિવેદન,જાણો વિગતે

Published on: 9:11 pm, Fri, 14 August 20

રશિયાએ જ્યારથી કોરોનાવાયરસ ની નવી વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે. ત્યારથી જ સવાલોના ઘેરામાં આવી ગઈ છે . વિશ્વ આરોગ્ય સંગઠન ને એકવાર ફરી રશિયાની વેક્સિન પર શંકા દર્શાવી છે. WHO નું કહેવું છે કે રશિયાની વેકસીન એ નવ પ્રકારની વેક્સિન માં સામેલ નથી જે પોતાના ટેસ્ટિંગના એડવાન્સ સ્ટેજ માં હોય.

WHO અને તેના પાર્ટનર એ કોવેકસ દ્વારા જે 9 પ્રાયોગિક વેક્સિન ને સામેલ કરી છે. તેમાં રશિયાની વેક્સિન નું નામ નથી. કોવેક્સ દ્વારા તેના સભ્ય દેશ કોઈપણ વેક્સિન ને મેળવવા માટે રોકાણ કરી શકે છે. અને ગરીબ દેશો માટે વેક્સિન ની ફંડિંગ પણ કરી શકે છે.

WHO ના વરિષ્ઠ સલાહકાર કહ્યું કે અમે રશિયા ની વેક્સિન પર કોઈ નિર્ણય નહીં લઈએ કારણકે અમારી પાસે પૂરતી જાણકારી નથી.હાલ અમે રશિયા સાથે વાતચીત કરી રહ્યા છીએ અને જાણકારી મેળવી રહ્યા છીએ. જેથી તેમની વેક્સિન, ટ્રાયલ અને તેના આગળના પગલા ને લઈને સમજી શકાય. WHO પહેલા જ રશિયાને પોતાની વેક્સિન સમીક્ષા કરવા જણાવી ચૂક્યું છે.

આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા રશિયન રાષ્ટ્રપતિ એ પુતિને જાહેરાત કરી હતી કે તેમને કોરોના વેક્સિન સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રેગ્યુલર મંજૂરી મળી ગઈ છે. જોકે આ વેક્સિન ટ્રાયલ સ્ટેજ હજુ સુધી નથી કરવામાં આવ્યો . રશિયાનો દાવો છે કે આ વેક્સિન બે વર્ષ સુધી લોકોને કોરોના સંક્રમણ સામે રક્ષણ આપવાનું કામ કરશે.

રશિયાની આ વેક્સિન પર દુનિયાના ઘણા દેશો એ શંકા વ્યક્ત કરી છે. જર્મનીના સ્વાસ્થ્યમંત્રી ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આ વેક્સિન નું યોગ્ય પરીક્ષણ નથી કરવામાં આવ્યું . મીડિયાને જણાવ્યું કે લાખો લોકોને આ વેક્સિન આપવી જોખમી થઈ શકે છે . ખોટી વેક્સિન થી લોકોના મોત પણ થઈ શકે છે.