મહારાષ્ટ્ર માં કોરોના સાથે જ એક નવી વિચિત્ર બીમારીનો થયો ઉદભવ,જાણો વિગતે

Published on: 8:46 pm, Fri, 14 August 20

મહારાષ્ટ્રમાં એક વિચિત્ર ચેપી બીમારી ફેલાઈ રહી છે. જેમાં જાનવરોમાં પેટના ભાગે મોટી ગાંઠો જોવા મળી રહી છે. તાવ અને ઝાડા થઈ જાય છે અને પછીથી પશુ ચારો ખાવાનું બંધ કરી દે છે.મહારાષ્ટ્રના હિંગોલી અને અમરાવતી જિલ્લામાં પશુઓમાં આ બીમારીનું સંક્રમણ જોવા મળ્યું છે.આ એક ચેપી બીમારી છે જેમાં જાનવર કઈ પણ ખાવાનું બંધ કરી દે છે. આ ચેપી બીમારીને કારણે લોકોમાં ભયનો માહોલ બન્યો છે.

આ બીમારીમાં ફેલાવો મોટાભાગે જડબા ઉપર જોવા મળે છે.આ બીમારીના લક્ષણો દેખાયા બાદ તુરંત જ ઇલાજ કરવામાં ન આવે તો તાત્કાલિક વધવા લાગે છે .બીમારી વધવાને કારણે તેની સારવારમાં પણ મુશ્કેલી પડે છે અને આ પછી પ્રાણીઓનો જીવ પણ લઈ શકે છે. જેનાથી પશુપાલકોને ભારે નુકસાન વેઠવું પડે છે.

એક ખેડૂત શિવાજી લોંધે એ જણાવ્યું હતું કે અમારા પશુઓને એક નવા વાયરસ નો ભય પેદા થયો છે.જેના શરીરમાં ગાંઠો જેવું થઈ જાય છે. તેને તાવ આવે છે.આ જાનવર ને બેઠો રહે છે. કામ કરવાના મૂડમાં હોતું નથી . ના તો તે ખોરાક લઇ શકે છે.એવામાં અમે બધા ખૂબ ચિંતામાં છે. હવે શું કરવું ? ડોક્ટર પાસે લઈ જઈએ તો કહે છે કે આની કોઇ દવા નથી. હાલ ખેતરનું કામ કરવું છે. તો કેવી રીતે કરવું, અમે લોકો બહુ ચિંતા માં છીએ.