ટ્રક ચાલકે અચાનક વળાંક લેતા સામેથી આવતી કાર ટ્રકમાં ઘૂસી ગઈ, કારમાં સવાર બંને યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…

Published on: 9:56 am, Sun, 17 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણા આવ્યા અકસ્માતના કિસ્સાઓ સાંભળ્યા છે. જેમાં એક જ ક્ષણમાં હસતા ખેલતા પરિવારની ખુશી છીનવાઇ જતી હોય છે. ત્યારે હાલમાં બેતુલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત શુક્રવારના રોજ મોડી રાત્રે બન્યો હતો. આ અકસ્માતમાં બંને યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં અભિષેક અને શૈલેન્દ્ર નામના બે યુવકોનાં ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર બંને ઈનોવામાં NH 6 પર બેતુલ પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન બેલોર એરપોર્ટ ચોકડી પાસે સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકચાલકે અચાનક વળાંક લીધો આ કારણોસર અભિષેકની કાર સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના બની ત્યારે અભિષેક કાર ચલાવી રહ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં અભિષેક અને શૈલેન્દ્રનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

મૃત્યુ પામેલો અભિષેક સાડી સેન્ટર ચલાવતો હતો. જ્યારે મૃત્યુ પામેલો શૈલેન્દ્ર અભિષેકના સાડી સેન્ટરમાં કામ કરતો હતો. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા બન્ને યુવકોના મૃતદેહ કબજે લઈને અમરાવતીમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટ્રક ચાલકે અચાનક વળાંક લેતા સામેથી આવતી કાર ટ્રકમાં ઘૂસી ગઈ, કારમાં સવાર બંને યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*