લગ્નના 7 દિવસ બાદ વરરાજાનું કરુણ મોત, પત્નીને ઘરે લાવે તે પહેલા પતિની અર્થી ઊઠી… આખું પરિવાર હિબકે ચડ્યું…

Published on: 5:56 pm, Thu, 9 February 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્નના 7 દિવસ બાદ વરરાજાનું મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મળતી માહિતી અનુસાર વરરાજો બાઈક લઈને પોતાના મિત્ર સાથે જતો હતો. ત્યારે રસ્તામાં તેને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું દર્દનાક મોત થયું હતું.

મૃત્યુ પામેલા યુવકનું નામ રાજ સોની હતું અને તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. રાજ સોની પોતાના મિત્ર સાથે બાઇક લઈને સીએડી સર્કલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી એક કાર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા રાજના કાકાએ જણાવ્યું કે, રાજ જ્વેલરીનું કામ કરતો હતો. 7 દિવસ પહેલા તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ પરિવારમાં ખુશીનો માહોલ હતો. આજરોજ રાજ તેની પત્નીને લેવા માટે ગાઝિયાબાદ જવાનો હતો. બુધવારના રોજ તે પોતાના મિત્ર સાથે બાઈક ઉપર જઈ રહ્યો હતો.

આ દરમિયાન એક કાર ચાલકે બંનેને જોરદાર ટક્કર લગાવી હતી. વધુમાં રાજના કાકાએ જણાવ્યું કે, અકસ્માતની ઘટનાના 5 મિનિટ બાદ હું સર્કલ પાસેથી પસાર થયો ત્યારે ત્યાં લોકોની ભીડ જામેલી હતી. બાઈક અને ચંપલ પડેલા જોવા મળ્યા હતા. મેં જોયો તો તે ચંપલ રાજના હતા. મેં ત્યાં પૂછપરછ કરી અને ત્યારબાદ હું ત્યાંથી સીધો પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો હતો.

મેં રાજને સુતેલો જોયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, બુધવારના રોજ સાંજના સમયે એક અજાણ્યા વાહન ચાલકે રાજની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર રાજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કારણ મૃત્યુ થયું હતું. જ્યારે રાજનો મિત્ર આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયો છે. તેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 7 દિવસ બાદ વરરાજાનું કરુણ મોત, પત્નીને ઘરે લાવે તે પહેલા પતિની અર્થી ઊઠી… આખું પરિવાર હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*