ગીર સોમનાથમાં ફૂટબોલ રમતી વખતે પરિવારના એકના એક દીકરાનું કરુણ મોત… જાણો યુવક સાથે એવું તો શું બન્યું હશે…

Published on: 10:56 am, Mon, 8 January 24

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુજરાતમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે.

જેમાં રમત રમતી વખતે ખેલાડીને અચાનક જ હાર્ટ એટેક આવતો હોય છે અને તેનું મોત થતું હોય છે. ત્યારે આ ઘટનામાં પણ કંઈક એવું જ બન્યું છે. વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં ફૂટબોલના પ્લેયરનું અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

દીકરાનું મોત થતા જ પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ગીર સોમનાથના વેરાવળમાં મીત કોટક નામના PGVCLના નિવૃત્ત કર્મચારીના દીકરાનું ફૂટબોલ રમતી વખતે મોત થયું હતું. યુવક ફૂટબોલ રમી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ આસપાસના લોકોએ cpr આપીને તેને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તે બચી શક્યો નહીં. એકના એક દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવાર પર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગીર સોમનાથમાં ફૂટબોલ રમતી વખતે પરિવારના એકના એક દીકરાનું કરુણ મોત… જાણો યુવક સાથે એવું તો શું બન્યું હશે…"

Leave a comment

Your email address will not be published.


*