ખેતરના સેઢાની બાબતમાં બે પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં ધક્કો વાગતા વૃદ્ધ વ્યક્તિનું કરુણ મોત…જાણો શું છે સમગ્ર…

પાટણ જિલ્લાના સમી તાલુકાના અદગામે મંગળવારના રોજ ખેતરના શેઢા બાબતે બે પરિવારના સભ્યો વચ્ચે થયેલી બોલાચાલી બાદ એક પરિવારના આધેડને ધક્કો વાગવાના કારણે પડી જતા મોત થયું હતું. જેથી અદગામના લક્ષ્મણભાઈ સુડાભાઈ વણકર અને ભીખાભાઈ સુડાભાઈ વણકર સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ બાબતે જીવાભાઈએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ સાંજના આશરે ચારેક વાગ્યાના સુમારે મોટાભાઈ નોધાભાઈ નો દીકરો ભરતભાઈ પોતાના ખલીયું નામથી ઓળખાતા ખેતરે એરડા નું વાવેતર કરેલુ હોય જે જોવા ગયા હતા. ત્યારે અમારા ગામના વણકર ભીખાભાઈ સુરાભાઈ તથા વણકર લક્ષ્મણભાઈ સુડાભાઈ પોતાના ખેતરે આવ્યા હતા.

જે ખેતર માટે ખેડ કરવા આવ્યા હતા અને તેઓએ મારા ભાઈના ખેતરનો શેઢો ખેડી નાખ્યો હતો. જેના કારણે ભરતભાઈએ તેમને ઠપકો આપવા જતા બંને જણા વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ ભરતભાઈ પોતાના ઘરે આવી ગયા. ઘરે આવીને મને તથા મારા ભાઈ નોંધાભાઈને આ બાબતે વાત કરી હતી.

મંગળવારના સવારના આશરે આઠેક વાગ્યાની આસપાસ હું મારા ઘરની બહાર ઉભો હતો.મોટાભાઈ નોંધાભાઈ અમારા ગામના વણકર લક્ષ્મણભાઈ સુડાભાઈ ના ઘરે આ બાબતે ઠપકો આપવા ગયા હતા. વાત કરતા કરતા તે લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા અને મારા ભાઈ સાથે ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગ્યા. જેથી જીવાભાઇ તથા મારા મોટાભાઈ નોંધાભાઈ નો દીકરો નરસિંહભાઈ તથા ઠાકોર પ્રભુભાઈ મોહનભાઈ ત્યાં દોડી ગયા હતા.

તે વખતે આ વણકર લક્ષ્મણભાઈ ચુડાભાઈ તથા વણકર ભીખાભાઈ ચુડાભાઈ બંને જણા મારા ભાઈને ધક્કો મારીને નીચે પાડી દીધા. નીચે પડવાના કારણે મારા ભાઈ બેભાન થઈ ગયા જેથી રાકેશભાઈએ 108 ને ફોન કરીને બોલાવી હતી. પરંતુ 108 ને આવતા વાર લાગે તેમ હતી જેથી મારા ભાઈને અમે ગાડીમાં લઈને રાધનપુર જવા નીકળી ગયા હતા. રાધનપુર રસ્તામાં 108 મળી જતા મારા ભાઈને સરકારી દવાખાને લઈ ગયા હતા.

જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મારા ભાઈની પ્રાથમિક તપાસ કરીને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટર મારા મોટાભાઈ નોંધાભાઈ ની લાશનું પોસ્ટમોર્ટમ કરી લાશ પોલીસને સોપી હતી. ત્યારબાદ પોલીસ પાસેથી લાશ લઇ અમે અમારા ભાઈની અંતિમ વિધિ કરી હતી. પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણભાઈ સુડાભાઈ વણકર અને ભીખાભાઈ સુડાભાઈ વણકર સામે ફરિયાદ નોંધાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*