ખેતરમાં સેઢા પાસે ઘાસમાં પગ મુકતા જ મહિલા સાથે કંઈક એવું બન્યું કે… આખો પરિવાર દોડતો થઈ ગયો…

Published on: 6:27 pm, Thu, 10 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર સાપ કરડવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. ઘણી બધી જગ્યાએ સાપ નીકળતા હોય છે, ઘણી વખત સાપ કરડી જવાથી લોકોના મૃત્યુ પણ થાય છે. સમી તાલુકાના ગાજદીનપુરા ગામે ખેતર માં ખાતર નાખી રહેલી મહિલાને પગે સાપે ડંખ મારતા મોત નીપજ્યું હતું.

ગાજદીનપુરા રહેતા કંચનબેન રસિકભાઈ ઠાકોર અને તેમના પતિ રસિકભાઈ સાથે મંગળવારે ખેતરમાં જુવારનું વાવેતર કરેલ હોવાથી તેમાં ખાતર નાખવા ગયા હતા. તે વખતે મહિલા શેઢા પાસે ઘાસમાં પગ મુકતા કોઈ ઝેરી જનાવર તેમના ડાબા પગના કલાઈ ઉપર ડંખ મારતા મહિલાએ બૂમાબૂમ કરતા તેમના પતિ તાત્કાલિક ખાનગી સાધનોની મદદથી રાધનપુર ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ચેકઅપ કરી મહિલાને મૃત જાહેર કરી હતી. મૃતદેહને સમી સી.એચ.સી હોસ્પિટલ ખાતે લાવી પીએમ કરી મૃતદેહને વાલી વારસાને સોપ્યો હતો. આ અંગે ઠાકોર અજમલભાઈ રામાભાઇએ સમી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો.

તપાસ અધિકારી પી.એસ.આઇ આર.જે. શુક્લાએ જણાવ્યું હતું કે મૃતકને કોઈ ઝેરી જનાવર કરડવાથી મોત થયું છે. ડોક્ટરોએ તપાસ કર્યા બાદ જણાવ્યું કે મહિલાને ઝેરી સાપ કરડ્યો છે જેના કારણે તેનું મૃત્યુ થયું છે. જેથી એવી ઘાસવાળી જગ્યા કે ખેતર વાળી જગ્યામાં ધ્યાન રાખવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેતરમાં સેઢા પાસે ઘાસમાં પગ મુકતા જ મહિલા સાથે કંઈક એવું બન્યું કે… આખો પરિવાર દોડતો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*