સાળીના લગ્નમાં ડાન્સ કરતા-કરતા યુવકનું અચાનક જ કરુણ મોત… જુઓ લાઈવ મોતનો વિડીયો…

Uttar Pradesh, A young man died while dancing: હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં લગ્નમાં ડાન્સ કરતા કરતા એક યુવકનું મોત(A young man died while dancing) થયું છે. યુવકનું મોત થતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક લગભગ 30 મિનિટ થી એકધારો ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ ડાન્સ કરતી વખતે તે જમીને પર ઢળી પડે છે.

ત્યારે ત્યાં હાજર લોકો તો પહેલા કાંઈ સમજ્યા જ નહીં. થોડીક વાર પછી ત્યાં હાજર લોકોએ તેની પાસે જઈને જોયું ત્યારે તે બેભાન પડેલો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ પરિવારના લોકો યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા.

જ્યાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સંજયભરમાં નામનો યુવક શુક્રવારના રોજ શાહજહાંપુરાના ગોકુલપુરા ગામમાં ગયો હતો. સંજય વર્માના ભાઈ રણજીતની સાળી ના લગ્ન આ ગામમાં હતા. પરિવારના સભ્યો સાથે તે અહીં આવ્યો હતો.

તે લગ્નમાં ડાન્સ કરતો હોય છે તેને 28 સેકન્ડ નો એક વિડિયો પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ડોક્ટરે જણાવ્યું કે સંજય વર્માનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન દરમિયાન ઘણા બધા લોકો ડાન્સ કરી રહ્યા છે. સંજય વર્મા પણ પોતાના મિત્રો સાથે ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે.

અચાનક જ ડાન્સ કરતા કરતા તે જમીન પર બેસી જાય છે અને ફરીથી ઉભો થઈને ડાન્સ કરવા લાગે છે. તે વારંવાર જમીન પર પડીને ઊભા થઈને ડાન્સ કરવા લાગતો હતો. એના થોડાક સમય પછી તે અચાનક જ જમીન પર સુઈ ગયો હતો. અને પછી પાછો ફરી ઉભો જ ન થયો. ત્યારબાદ પરિવારના લોકો સંજય વર્માને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સંજય વર્માની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. સંજય વર્મા ના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને લગ્નની ખુશીઓમાં પણ માતમ છવાઈ ગયું હતું. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*