સુરતમાં મોપેડ પર જતા યુવક અને યુવતીને એક ડમ્પર ચાલકે લીધા અડફેટેમાં, બંનેનું કરૂણ મૃત્યુ…

Published on: 2:47 pm, Wed, 16 February 22

સુરતમાં થોડા દિવસ પહેલાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક યુવક અને યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના ભીમરાડ નજીક એક ડમ્પર ચાલકે મોપેડ પર સવાર યુવક અને યુવતીને અડફેટમાં લીધા હતા.

આ ઘટનામાં બંનેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર બંનેની સગાઇ કરી તેના 6 મહિના જ થયા હતા. હજુ તો નવું જીવન શરૂ કરે તેના પહેલા તો અકસ્માતમાં બંનેનું મૃત્યુ થયું હતું.

યુવક અને યુવતી બંને પરિવારમાં એકના એક દીકરી-દીકરા હતા. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને ડમ્પર ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ સંતોષ રણછોડ ખલાસી હતું. તેની ઉંમર 25 વર્ષની હતી. તે પોતાની વિધવા માતાનો એકનો એક દિકરો અને 2 પરિણિત બહેનોનો એકનો એક ભાઇ હતો.

મળતી માહિતી અનુસાર સંતોષ ડાઇંગ મિલની લેબમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને માતા પર આભ તૂટી પડયું હતું.

છ મહિના પહેલા જ સંતોષ ની સગાઈ કરી હતી અને ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. સમગ્ર ઘટનાને લઇને ખટોદરા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં મોપેડ પર જતા યુવક અને યુવતીને એક ડમ્પર ચાલકે લીધા અડફેટેમાં, બંનેનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*