દમણમાં સ્કુટી પર બેસીને પિતા સાથે વાત કરતાં કરતાં દીકરાનું અચાનક જ કરુણ મોત… જુઓ મોતનો LIVE વિડિયો…

છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અનેક લોકોના અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે ઘટના સ્થળે જ મોત થયા છે. આવી ઘટનાના ઘણા વિડીયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.

ત્યારે આજે આપણે આજથી થોડાક દિવસ પહેલા સંઘ પ્રદેશ દમણમાં બનેલી એક ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક હોટલના સંચાલક હોટલના પાર્ક કરેલી સ્કૂટી પર બેસીને પિતા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

સમગ્ર ઘટના હોટલના કમ્પાઉન્ડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં તો ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થતા જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સંઘ પ્રદેશ દમણમાં આવેલા દેવકા તાઇવાડમાં રહેતા અને દેવકા વિસ્તારમાં આવેલી હોટલ સનરાઈઝના સંચાલક દીપકભાઈ ભંડારી નામના 52 વર્ષના વ્યક્તિ ઘટનાના દિવસે સવારે 10 થી 10:30 વાગ્યાની આસપાસ હોટલના કમ્પાઉન્ડમાં બેસીને તેમના પિતા જોડે વાતચીત કરી રહ્યા હતા.

આ દરમિયાન તેઓ અચાનક જ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ દીપકભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દિપકભાઈને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે દીપકભાઈ એક સ્કુટી પર બેસેલા જોવા મળી રહ્યા છે અને તેઓ પોતાના પિતા સાથે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે અચાનક જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર દીપકભાઈ 52 વર્ષની ઉંમરે પણ એકદમ સ્વસ્થ હતા.

પરંતુ અચાનક જ હાર્ટ એટેક આવતા જ તેમનું મોત થયું છે. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતો. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. છેલ્લા બે ત્રણ મહિનામાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને જેના કારણે ઘણા હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*