ભાવનગરમાં ચાલુ ડાકલા એ ધૂણતા-ધૂણતા ભુવાજીનું કરુણ મોત… જુઓ મોતનો LIVE વિડિયો…

Published on: 10:46 am, Wed, 29 March 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના ભાવનગરથી સામે આવી રહી છે. આ ઘટનામાં ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાજીનું અચાનક જ કરુણ મૃત્યુ થયું હતું.

આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો કુડા ગામમાં માતાજીના રમેળ કાર્યક્રમમાં ધૂણતા ધૂણતા ભુવાજીને અચાનક જ હાર્ટ એટેક આવ્યું હતું અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. હાર્ટ એટેક આવવાના કારણે અચાનક જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

આ ઘટનામાં મૃત્યુ પામેલા ભુવાજીનું નામ મકાભાઇ ગોહિલ હતું. આ ઘટના બનતા જ સૌ કોઈ લોકો હાંફળાફાંફળા થઈ ગયા હતા. આ ઘટના બનતા જ મકાભાઇ ગોહિલના પરિવારમાં અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા પણ આવી ઘણી બધી ઘટનાઓ બની ચુકી છે. થોડાક દિવસ પહેલા દમણમાં જ આવી એક ઘટના બની હતી. જેમાં સ્કુટી પર બેઠેલા એક હોટલના સંચાલકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને પિતાની નજર સામે હોટલના સંચાલકનું મોત થયું હતું.

આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ વડીયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થયો હતો. ત્યારે ગત 22 તારીખના રોજ બાઈક પર જતા અશ્વિનભાઈ વિભાભાઈ રબારી નામના યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું કરોડ મૃત્યુ થયું હતું. અશ્વિનભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને તેમનું અચાનક જ દર્દનાક મોત થતા રબારી સમાજમાં માતમ છવાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં ચાલુ ડાકલા એ ધૂણતા-ધૂણતા ભુવાજીનું કરુણ મોત… જુઓ મોતનો LIVE વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*