એ..એ..ઘૂસી ગઈ..! પેટ્રોલ પંપ પર સ્કુટીની કીક મારતા જ અચાનક જ કાંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને ઘડીક તો શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 10:31 am, Tue, 28 March 23

દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે સોશિયલ મીડિયા પર ઘણી ગંભીર અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં બનેલી એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પેટ્રોલ પંપ પર એક ટુ-વ્હીલરનો અચાનક જ ગંભીર અકસ્માત થયો હતો.

સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થઇ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને એક સ્કૂટી ચાલક પોતાની સ્કૂટીને કીક મારતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન સ્કુટીચાલકની થોડીક ભૂલના કારણે અચાનક જ સ્કુટી ચાલવા લાગે છે અને સીધી કાચ તોડીને સામેના એટીએમ માં ઘૂસી જાય છે.

વાયરલ થયેલો વિડિયો છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના બરસૂરથી સામે આવી રહ્યો છે. વિગતવાર વાત કર્યા તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને એક યુવક પોતાની સ્કુટી સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુવક વારંવાર સ્કુટીની કીક મારતો હતો પરંતુ તેની સ્કુટી સ્ટાર્ટ થતી ન હતી.

આ દરમિયાન જ્યારે યુવક કીક મારતો હોય છે ત્યારે અચાનક જ સ્કુટી ચાલુ થઈ જાય છે. જેના કારણે વગર ડ્રાઇવરની સ્કુટી એકદમ સ્પીડમાં આગળ ભાગે છે. આ દરમિયાન સ્કુટી ડ્રાઇવર સ્કૂટીને રોકવાના ઘણા પ્રયાસો કરે છે. પરંતુ સ્કુટી સામેના એટીએમમાં કાચ તોડીને ઘૂસી જાય છે.

સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વીડિયો જોઈને ઘણા લોકો તો કહી રહ્યા છે કે આ તો ભૂતિયા સ્કૂટર છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે યુવક જ્યારે સ્કુટી સ્ટાર્ટ કરી રહ્યો હતો ત્યારે આ દરમિયાન અચાનક જ તેનાથી એક્સીલેટર વધારે પડતું દબાઈ ગયું હતું જેના કારણે આ ઘટના બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો