ગઈકાલે બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેના કારણે ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. ઉત્તર પ્રદેશના આગ્રાના આર મધુરાજ નર્સિંગ હોમમાં બુધવારના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં નર્સિંગ હોમના સંચાલક ડોક્ટર રાજન, તેમની દીકરી અને દીકરાનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતું.
ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા ડોક્ટર રાજનના પત્ની અને એક પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ડોક્ટર નર્સિંગ હોમના પહેલા મારે ડોક્ટર રાજન પોતાના પરિવાર સાથે રહેતા હતા. અચાનક જ આગ લાગવાના કારણે નર્સિંગ હોમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
જેના કારણે નર્સિંગ હોમમાં હાજર દર્દીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના બનતા જ નર્સિંગ હોમમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ગંભીર હાલતમાં બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે ડોક્ટર રાજનનો મોટો દીકરો લવ શૌચાલયમાં હતો.
તે ગમે તેમ કરીને બહાર આવી જાય છે. પરંતુ ડોક્ટર રાજન ની દીકરી શાલુ અને નાનો દીકરો ઋષિ રૂમમાં સુતા હતા. મળતી માહિતી અનુસાર મંગળવાર ના રોજ મોડી રાત્રે શાલુ જયપુર થી આવી હતી. તે જયપુરમાં રહીને એમબીબીએસનો અભ્યાસ કરતી હતી. આ ઘટના બની ત્યારે શાલુ અને ઋષિ ગાઢ નિંદ્રામાં સુતા હતા.
આગ લાગવાના કારણે ઘરમાં ધુમાડો થઈ ગયો હતો. જેના કારણે ઊંઘમાં સુઈ રહેલા શાલુ અને ઋષિ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન ડોક્ટર રાજન પર અંદર હતા તે પણ ધુમાડાના કારણે બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે ત્રણેયને બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટના બની ત્યારે હોસ્પિટલમાં સાત દર્દીઓ અને પાંચ સ્ટાફ હાજર હતા. જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર નર્સિંગ હોમ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. ડોક્ટર રાજન તેના પરિવાર સાથે પહેલા માળે રહે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે નર્સિંગ હોમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment