નાનકડો એવો બાળક પહેલા માળેથી નીચે પડી જાત, પરંતુ ત્યારે જ માતાની નજર બાળક પર પડી અને પછી જે થયું તે… જુઓ વિડિયો

Published on: 1:58 pm, Thu, 6 October 22

મિત્રો એવી કહેવત કહેવાય છે કે દુનિયામાં માતાથી મોટું યોદ્ધા બીજું કોઈ નથી. માં ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના બાળકની રક્ષા કરે છે. બાળક ઉપર ગમે તેવી મોટી મુસીબત આવી જાય ત્યારે માં તેનો સાથ છોડતી નથી. પોતાના બાળકને મુશ્કેલીમાંથી બચાવવા માટે માતા-પિતા કોઈપણ હદ સુધી જઈ શકે છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા પોતાના બાળકને વેલા માળેથી નીચે પડતા બચાવી લે છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક અને તેની માતા પહેલા માળે જોવા મળી રહ્યા છે.

ત્યારે માસુમ બાળક અચાનક જ પહેલા માળેથી નીચે પડવાનો હોય છે. ત્યારે માતા પોતાનો જીવ દાવમાં મૂકીને બાળકને બચાવી લે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પોતાના બાળક સાથે લિફ્ટની બહાર નીકળતી જોવા મળી રહે છે. બહાર નીકળીને મહિલા એક ખૂણામાં જઈને ઊભી રહી જાય છે. પરંતુ બાળક સીડી તરફ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ પહેલા માળાની ગ્રીલ માંથી બાળક પોતાનું ડોકું બહાર કાઢે છે.

જેથી તેનું સંતુલન બગડે છે અને તે નીચે પડવાનો હોય છે. પરંતુ તાત્કાલિક જ બાળકની માતા કૂદીને પોતાના બાળકને પકડી લે છે. જેના કારણે બાળકનો જીવ બચી ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વિટર પર @closecalls7 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં એક મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો