અરવલ્લીમાં ગરબા રમતા-રમતા બિલ્ડરનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… મોબાઈલના કેમેરામાં મોતનો વિડીયો થયો કેદ…

Published on: 4:59 pm, Tue, 2 January 24

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અરવલ્લીના એક બિલ્ડર એક પ્રસંગમાં ગરબા રમી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું ગરબા રમતા રમતા મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા બિલ્ડરનું નામ પ્રવીણભાઈ પટેલ હતું અને તેઓ એક લગ્ન પ્રસંગમાં ગરબા રમી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક જ તેઓ ગરબા રમતી વખતે જમીન પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકો કાંઈ સમજે તે પહેલા તો પ્રવીણભાઈનું મોત થઈ ગયું હતું. પ્રવીણભાઈ નું મોત થતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

પ્રવીણભાઈના મોતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પ્રવીણભાઈ ગરબા રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેઓ ગરબા રમતી વખતે જમીન પર ઢળી પડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે પ્રવીણભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અરવલ્લીમાં ગરબા રમતા-રમતા બિલ્ડરનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… મોબાઈલના કેમેરામાં મોતનો વિડીયો થયો કેદ…"

Leave a comment

Your email address will not be published.


*