મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયેલા 13 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ, પરિવારનો એકનો એક દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો…

Published on: 11:12 am, Thu, 14 April 22

તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે. જેમાં એક ક્ષણમાં હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઇ જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવીજ એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 13 વર્ષના બાળકનું મૃત્યુ થતાં હસતો ખેલતો પરિવાર વિખેરાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર 13 વર્ષનો બાળક પોતાના મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયો હતો અને આ દરમિયાન 13 વર્ષનો બાળક ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો, આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ દુઃખદ ઘટના દેવાસમાં બની છે.

ગૌરવ સિંહ નામનો 13 વર્ષના બાળક બુધવારના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ પોતાના મિત્રો સાથે મેડકીચક સ્થિત તળાવમાં ન્હાવા ગયો હતો. તળાવમાં નાહતી વખતે ગૌરવ સિંહ તળાવમાં ઊંડા પાણીમાં ચાલ્યો જાય છે અને આ કારણોસર તે ઊંડા પાણીમાં ડુબવા લાગે છે.

બાળકની તળાવમાંથી બહાર કાઢીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ગૌરવ સિંહે આ વર્ષે ધોરણ-7 ની પરીક્ષા આપી હતી. ગૌરવ સિંહ પરિવારનો એકમાત્ર પુત્ર હતો. ગૌરવના પિતા એક શ્રમિક હતા. ગૌરવનું મૃત્યુ થવાના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હસતા ખેલતા પરિવારની ખુશી એક જ ક્ષણમાં છીનવાઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયેલા 13 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ, પરિવારનો એકનો એક દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો…"

Leave a comment

Your email address will not be published.


*