દેશની જનતાની રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું અને કેટલાક લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશનના કારણે ખૂબ જ તકલીફ પડતી હતી. તેવામાં રસી ના સ્લોટ બુકિંગ ને લઈને એક મહત્વના સમાચાર આવ્યા.
COWIN સાથે 91 બીજી નવી થર્ડ પાર્ટી એપ્સ અને વેબસાઈટ જોડાઈ. હવે જે રીતે રેલવે અને એરલાઇન્સ ટિકિટ બુકિંગ કરાવી તેમજ સ્લોટ બુકિંગ કરાવી શકશો. આ વાતની જાણકારી COWIN ના ચેરમેન આર એસ શર્મા આપી.
આ ઉપરાંત તેમને કહ્યું કે હવે કોવિન વેબ સાથે આરોગ્ય સેતુ એપ અને ઉમંગ એપ જોડાય આ ઉપરાંત 91 નવી એપ્લિકેશન અને વેબસાઈટ COWIN સાથે જોડવામાં આવી છે.
તેમજ રાજ્ય સરકારના 10 બુકિંગ પ્લેટફોર્મ પણ હવે COWIN સાથે જોડવામાં આવ્યા છે. હવે રાજ્ય સરકારના પ્લેટફોર્મ દ્વારા પણ રસી માટે સ્લોટ બુકિંગ થઈ શકશે.
સરકારનું આ કાર્ય કર્યા બાદ થર્ડ પાર્ટી એપ્સ માત્ર કેટલા સ્લોટ ખાલી છે કે નહીં તે વિશે જાણકારી આપશે. આ ઉપરાંત તેના પરથી રસી લીધા નું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો તેવી સુવિધાઓ છે. આ નિર્ણય લેવા પાછળ કારણ છે કે
હાલમાં ભારત સરકારની આરોગ્ય સેતુ અને ઉમંગ માત્ર આ બે એપ્લિકેશન માંથી જ તમે રસી માટે સ્લોટ બુકિંગ કરાવી શકતા. પરંતુ હવે થર્ડપાર્ટી એપ્લિકેશન માંથી તમે સ્લોટ બુકિંગ કરાવી શકશો.
PAYTM, મેક્સ હેલ્થ કેર, ઈન્ડિગો, હેલ્થ ફાર્મસી, DR REDDY’S, મેક માય ટ્રીપ વગેરે પ્રાઇવેટ પ્લેટફોર્મ ઉપર થી તમે રસી માટે તમને તમામ સ્લોટ ઉપલબ્ધ છે અને તમે બુકીંગ પણ કરાવી શકશો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment