સવારે વહેલા ઊઠીને પાણીની મોટર સરખી કરી રહેલા યુવકનું અચાનક જ કરુણ મૃત્યુ…જાણો યુવક સાથે એવું તો શું થયું હશે…

Published on: 12:57 pm, Tue, 11 October 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. આ ઘટનામાં એક યુવકને પોતાના જ ઘરે ખૂબ જ દર્દનાક મૃત્યુ મળ્યો છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર ઘટના ભોપાલમાં બની હતી. અહીં પોતાના ઘરમાં પાણીની મોટરના વાયર સરખા કરતી વખતે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો.

વાયર સાથે ચીપકી જવાના કારણે યુવકને બે મિનિટ સુધી જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટના બન્યા બાદ પરિવારના લોકો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટનામાં અમિત નામના 24 વર્ષના યુવકનું મૃત્યુ નીપજ્યું છે. અમિત એક કંપનીમાં કામ કરતો હતો.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ સવારે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ ઘરની મોટર બગડી ગઈ હતી. અમિત મોટર ચેક કરી રહ્યો હતો. મોટરના વાયરમાં ખામી આવી જવાના કારણે મોટર શરૂ થતી ન હતી. જ્યારે અમિત વાયર સરખા કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેને જોરદાર કરંટ લાગ્યો હતો.

લગભગ અમિતને બે મિનિટ સુધી કરંટ લાગ્યો હતો. આ ઘટના બનતા જ પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગમે તેમ કરીને પરિવારના લોકોએ અમિતને કરંટ માંથી મુક્ત કરીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અમિતની તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. અમિત ઘરનો સૌથી મોટો દીકરો હતો અને એક માત્ર કમાવનાર હતો. કમાવનાર દીકરાનું મૃત્યુ થતા પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. અમિતના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સવારે વહેલા ઊઠીને પાણીની મોટર સરખી કરી રહેલા યુવકનું અચાનક જ કરુણ મૃત્યુ…જાણો યુવક સાથે એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*