લગ્નના થોડાક દિવસ બાદ નવપરિણિત યુવતીનું અચાનક કરૂણ મૃત્યુ, જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 5:12 pm, Fri, 13 May 22

થોડા દિવસ પહેલાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્નના થોડાક દિવસ બાદ એક મહિલાનું મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મહિલાના મૃત્યુ પાછળ ડૉક્ટર એક અલગ પ્રકારનું કારણ જ જણાવ્યું છે.

આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની છે. અહીં એક યુવતીને લગ્નના થોડાક દિવસ બાદ ઝાડા ઉલટી થઈ ગયા હતા. તેથી સાસરીયા પક્ષ દ્વારા યુવતીને જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જિલ્લાની હોસ્પિટલમાં અચાનક યુવતીનું કરુણ મૃત્યુ થયું હતું.

આ ઘટના બનતા જ ભારે ખળભળાટ મચી ગયો હતો. યુવતીના મૃત્યુના સમાચાર સાંભળીને મોસાળ પક્ષ પણ હોસ્પિટલ પહોંચી આવ્યું હતું. હોસ્પિટલમાં યુવતીના મૃત્યુ બાદ મોસાળ પક્ષ અને સાસરિયા પક્ષ વચ્ચે ભારે માથાકૂટ થઇ ગઇ હતી.

મળતી માહિતી અનુસાર યુવતી મેરઠની રહેવાસી હતી. મૃત્યુ પામેલી યુવતીના લગ્ન રાજ્ય નામના યુવક સાથે થયા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ મોસાળ પક્ષ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, સાસરીયા પક્ષ દ્વારા યુવતીને દહેજની વાતને લઈને ખુબ જ ભારે દબાણ કરવામાં આવતું હતું.

મળતી માહિતી અનુસાર જ્યારે હોસ્પિટલમાં મોસાળ પક્ષ અને સાસરિયા પક્ષ વચ્ચે માથાકૂટ ખૂબ જ વધી ગઈ ત્યારે ડોક્ટરે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંને પક્ષને શાંત પાડ્યા હતા.

પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવતીના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે. યુવતીના મૃત્યુના કારણે મોસાળ પક્ષ માં માતમ છવાઇ ગયો હતો. તમામ લોકો વિચારમાં પડી ગયા છે કે ઝાડા ઉલટી થવાના કારણે કોઈનું મૃત્યુ કઈ રીતે થઈ શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના થોડાક દિવસ બાદ નવપરિણિત યુવતીનું અચાનક કરૂણ મૃત્યુ, જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*