વિદ્યાર્થીએ રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… એકના એક દીકરાનું અકાળે મોત થતા માતા-પિતાનું હૈયાફાટ રૂદન…

ગત રવિવારના રોજ સવારના સમયે બનેલી એક ચોકાવનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. વિદ્યાર્થીનું મૃતદેહ મળ્યું ત્યારે તેના કાનમાં બ્લુટુથ હતું અને તે બ્લુટુથ મોબાઇલ સાથે કનેક્ટ હતું. 24 કલાકથી વિદ્યાર્થી પોતાના રૂમમાંથી બહાર આવ્યો ન હતો જેના કારણે શંકા ગઈ હતી અને પછી વિદ્યાર્થીના રૂમનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો.

પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં એટલે દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે અંદરથી વિદ્યાર્થીનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના ઝાંસીમાં બની હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વિદ્યાર્થીએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે વિદ્યાર્થીનો મોબાઇલ કબજે લઈને સમગ્ર તપાસ શરૂ કરી દીધી હતી.

વિદ્યાર્થીના પિતાનું કેવું છે કે દીકરાના મોતનું રહસ્ય તેના મોબાઇલમાં છે. મૃત્યુ પામેલા દીકરાની ઉંમર 20 વર્ષની હતી અને તેનું નામ રિતિક પટેલ હતું. રિતિક છેલ્લા ત્રણ વર્ષથી ઝાંસીમાં ભણતો હતો અને તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. શનિવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ લોકોએ રિતિકને જોયો હતો. પછી લોકોએ તેને રૂમની બહાર આવતા જોયો ન હતો.

જાણવા મળી રહ્યું છે કે રિતિક દરરોજ સવારે 5:00 વાગે ઉઠી જતો હતો, પરંતુ રવિવારના રોજ સવારે ઘણો સમય થઈ ગયો છતાં પણ રિતિક પોતાની રૂમમાંથી બહાર આવ્યો નહીં. રીતિક એક ભાડાના મકાનમાં રહેતો હતો. આસપાસના લોકોને શંકા ગઈ એટલે તેમને મકાન માલિકને આ ઘટનાની જાણ કરીને ત્યાં બોલાવ્યા હતા. ત્યાર પછી બહાર ઉભેલા લોકોએ રિતિકને બુમાબૂમ કરી પરંતુ રૂમની અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો ન હતો.

પછી આ ઘટનાની જાણ રિતિકના નાના અને સંબંધીઓને કરવામાં આવી હતી. જ્યારે તેઓ અહીં રિતિકના રૂમ પાસે આવ્યા ત્યારબાદ રૂમના દરવાજાને તોડીને રૂમની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન રિતિકનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

રીતિકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ માતા પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યો છે કે રિતિક ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. રિતિકના પિતાનું કેવું છે કે તેના મોતનું રહસ્ય તેના મોબાઇલમાં છુપાયેલું છે. આ કારણોસર પોલીસે મોબાઈલ કબજે લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*