બાઈક લઈને ઘરે જતા 24 વર્ષના યુવકને અજાણ્યા વાહને કચડી નાખ્યો… યુવકનું કમકમાટીભર્યું મોત…

Published on: 9:53 am, Sat, 2 September 23

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 24 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. યુવક જ્યારે વાય કલાઈને જતો હતો, ત્યારે એક અનિયંત્રિત અજાણ્યા વાહને તેની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું.

અકસ્માતની ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટના બિહારના ગોપાલગંજમાંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ સૌરભ રાજ તરીકે થાય છે. સૌરભ બાઈ કલાઈને ગોપાલગંજ તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા વાહને તેની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે સૌપ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં યુવકને સારવાર આપીને તેને વધુ સારવાર માટે ગોપાલગંજની સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃત્યુ પામેલો યુવક બે ભાઈઓમાં મોટો હતો. હાલમાં તો પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક લઈને ઘરે જતા 24 વર્ષના યુવકને અજાણ્યા વાહને કચડી નાખ્યો… યુવકનું કમકમાટીભર્યું મોત…"

Leave a comment

Your email address will not be published.


*