One person died due to storm in Surat: સુરત(Surat)માંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના શાહપોરમાં(Shahpore) એક મકાનનો છતનો ભાગ ધરાશાઈ થતાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિગતવાર વાત કરીએ તો જર્જરિત થયેલા મકાનની છતનો ભાગ ધરાસાઈ થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરતની હોસ્પિટલમાં તે વ્યક્તિનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. યુવકનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે વાવાઝોડાની અસરની વચ્ચે સુરતના શાહપોર વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર સુરતના શાહપોર વિસ્તારમાં જર્જરિત રીતે થયેલા મકાનની છત અચાનક જ ધરાશાઈ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારે પવનના કારણે આ ઘટના બની હતી. જ્યારે આ ઘટના બની ત્યારે રસ્તા પરથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો અને તે આ ઘટનાનો ભોગ બન્યો હતો.
આ ઘટનામાં તે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કૃણાલ નામના વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન કૃણાલનું મોત થયું હતું. કૃણાલના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. આ ઘટનાને લઈને લાલ ગેટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment