રાજ્યની રૂપાણી સરકાર ખેડૂતો માટેની આ ઐતિહાસિક યોજનાનો કરશે શુભારંભ,ખેડૂતોને થશે મોટો ફાયદો

259

રાજ્યની રૂપાણી સરકારે પોતાની પ્રેસ રીલીઝમા જણાવ્યું હતું કે,રાજ્યના ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર કિશાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કો નો આજે 05 જાન્યુઆરી મંગળવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અરવલ્લી જિલ્લાના સરકારી કોલેજ પાસે સવાર ના 10 કલાકે શુભારંભ કરવામાં આવશે.

જેનાથી 104 ગામોના ખેડૂતોને પિયત માટે દિવસ વીજળી ઉપલબ્ધ થશે.યોજનાના પ્રથમ તબક્કા માં જિલ્લામાં 104 ગામના 45 ખેતીવાડી ફિદરોના 12114 ખેડૂતોનું ખેતી વિષયક વીજ જોડાણો દિવસ દરમ્યાન વીજપુરવઠો પૂરો પાડવામાં આવશે.કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળતા.

રાતના ઉજાગરા,વન્ય જીવજંતુના ભય,કડકડતી ઠંડી અને ચોમાસાના પડતી મુશ્કેલીમાં કાયમ માટે મૂકતી,સૂર્ય ઉર્જા થકી દિવસ ઉત્પન્ન થતી વીજળી નો દિવસ જ વપરાશ થશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાનો શુભારંભ 24-10-2020 ના રોજ કરવામાં આવ્યો હતો.

આ યોજના ના પહેલા તબક્કામાં જૂનાગઢમાં 220, ગીર સોમનાથમાં 143 તેમજ દાહોદ જિલ્લાના 692 એમ ફૂલ 1055 ગામોના ખેડૂતોને વીજ પુરવઠો દિવસે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ યોજના માટે રાજ્ય સરકારે રૂ.3500 કરોડના y 66 કે.વી.ની 3490 સર્કિટ કી.મી તથા.

220 કેવીના 9 નવા સબસ્ટેશન થકી ગુજરાતનું માળખું સરસ બનશે. આ પ્રસંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલ, ઊર્જા રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણ પાટકર, મહાનુભાવો,અધિકારીઓ અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!