રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત પ્રદુષણ વધી રહ્યું છે.આ કારણે લોકોનું જીવવાનું મુશ્કેલ બની રહ્યુ છે. કેજરીવાલ સરકારે પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે મોટુ પગલું ભરવાની તૈયારી બતાવી છે.
સોમવારે કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેમની સરકારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા માટે તૈયાર છે.આની સાથે સરકારે કહ્યું કે આ વધુ સાર્થક રહેશે જો પાડોશી રાજ્ય અંતર્ગત આવનારા
એનસીઆરમાં પણ લોકડાઉન લગાવામાં આવે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વધતા પ્રદૂષણ ના મામલાને જોતા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની જબરદસ્ત ઝાટકણી કાઢી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો જરૂર પડે તો બે દિવસનું લોકડાઉન લગાવી દો.
સુપ્રીમ કોર્ટે તરફથી મળેલ આદેશ બાદ દિલ્હી સરકારે શનિવારે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટ તરફથી સંપૂર્ણ લોકડાઉન લગાવવાની સલાહ આપવામાં આવી છે અને અમે આ પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment