એસ.ટી.બસ સેવાને લઈને રાજ્યની રૂપાણી સરકારે લીધો બહુ મોટો નિર્ણય, જાણો વિગતે

417

કોરોનાવાયરસ ની મહામારી ના કારણે છેલ્લા સાત મહિનાથી બંધ ગુજરાત અને મહારાષ્ટ્રની એસ.ટી બસ સેવા આજરોજ ફરી એક વખત ચાલુ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અપડાઉન બંને બાજુ 242 જેટલી ટ્રીપો ચાલુ કરવામાં આવી છે. ગુજરાતના એસ.ટી.નિગમના 16 વિભાગો પૈકી જુનાગઢ સીવાય બાકીના તમામ વિભાગોમાં થી મહારાષ્ટ્ર તરફ બસો દોડાવાશે. મહારાષ્ટ્ર અને ગુજરાત બંને દિશામાં 242 જેટલી ટ્રીપ ચાલુ કરશે જે પૈકી 30,728 કિમી નું સંચાલન હાથ ધરવામાં આવશે. આ સંચાલન પૈકી દરરોજના 12 હજાર મુસાફરોને મુસાફરીનો લાભ મળશે.

જુનાગઢ વિભાગનું મહારાષ્ટ્ર તરફ નું એસટી બસો નું શિડ્યુલ ન હોવાથી ત્યાંથી બસો અત્યારે નહીં દોડી શકે. કોરોના સંક્રમણના કારણે હવે જાહેર પરિવહન સેવાઓ ધીમે ધીમે ગતિ પકડી રહી છે.ગુજરાત રાજ્યમાં તબક્કાવાર એસટી બસ સેવા ચાલુ કરાયા બાદ આંતરરાજ્ય માં રાજસ્થાન તરફ ની બસો ચાલુ કરી દેવામાં આવી હતી અને મધ્યપ્રદેશમાં બસો ચાલુ કરવા અંગે કોઈ નિર્ણય હજી સુધી લેવામાં આવ્યો નથી.

આગામી દિવાળી સહિતના તહેવારો આવવાના છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પણ મળે તેવી જાહેર પરિવારની એસ.ટી.બસ છે આ માણસ માટેની ચાલુ થતાં મુસાફરોને રાહત મળી છે.

સારા અને ખરાબ પ્રસંગે અથવા છેલ્લી ઘડીના પ્રવાસે જવા માગતા મુસાફરોને આંતરરાજ્ય બસ સેવા ચાલુ થતાં મોટી રાહત મળી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!