કોરોના ના કેસો વધતા 12 શહેરોમાં લોકડાઉન ને લઇને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતે.

215

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસો બમણા થઈ રહ્યા છે અને હાલ રાજ્યમાં 11 હજાર 168 એક્ટિવ કેસ છે. કોરોનાના અગાઉના એક અઠવાડિયાની સરેરાશ સંક્રમણ દર 6.3 ટકા છે.

જે દેશના સાપ્તાહિક સરેરાશ દર 4.6 ટકા કરતા વધુ છે. શુક્રવારે મોડી સાંજે રાજ્ય સરકાર વિદિશા, ઉજ્જૈન, ગ્વાલિયર ,નરસિંહપુર, શહેરોની સાથે છિંદવાડા જિલ્લાના સોનસર માં રવિવારે લોકડાઉન ની જાહેરાત કરી છે.

મધ્યપ્રદેશમાં અગાઉ રવિવારે ભોપાલ, ઈન્દોર,જબલપુર, રતલામ, બેતુલ અને છિંદવાડા અને ખારગોન માં રવિવારે લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી અને આ રીતે હવેથી મધ્યપ્રદેશ ના 12 શહેરોમાં રવિવારે લોકડાઉન લાગુ રહેશે.

30 માર્ચ થી અડધા કર્મચારીઓને ઈન્દોર અને ભોપાલ શહેરની સરકારી કચેરીઓમાં બોલાવવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. રોટેશન સિસ્ટમ પહેલાની જેમ લાગુ કરી શકાય છે.

જે જિલ્લાઓમાં કોરોના 20 થી વધુ કેસ છે ત્યાં હોલિકા દહન અને શબ એ બારાત કાર્યક્રમ પ્રતીકાત્મક રીતે જ કરવામાં આવશે.

શુક્રવારની રાત્રથી ભોપાલ માં 9 વાગ્યાથી નાઈટ કરફ્યુ કરવામાં આવશે. હોળી એટલે કે સોમવાર ના દિવસે અઘોષિત લોકડાઉન થશે.

મકાનોની બહાર નીકળવા પર રોક લાગેલ છે.શુક્રવારે જિલ્લા કાઇન્સીલ મેનજમેન્ટ ગ્રુપ ની બેઠક બાદ ભોપાલ કલેકટર અવિનાશે નવી લોકડાઉન માર્ગદર્શિકા બહાર પાડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!