ગુજરાતના ગામડા વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ નું ઇલોકાર્પણ કર્યું છે. આતો ઓક્ટોબરથી આ કાર્યક્રમ રાજ્યના 2 હજાર 700 ગામડાઓને આવરી લેવામાં આવશે અને અહીં ડિજિટલ સેવા સેતુ ના માધ્યમથી 22 જેટલી સેવાઓનો લાભ ગ્રામજનોને ઘરઆંગણે મળી જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સરકારે સેવા સેતુ નો વ્યાપ વધારી ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો ને સેવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે.
ડિજિટલ સેવા સેતુ ને કારણે ગ્રામીણ પ્રજાજનોને રોજબરોજની સેવા તેમજ જરૂરી પ્રમાણપત્રો માટે તાલુકા કે જિલ્લા મથક એ નહીં જવું પડે.ડિસેમ્બર મહિના સુધીમાં વધુ 8000 ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવા સેતુ સાથે જોડવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી અને તાલુકા મેજિસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે.
તલાટી હવેથી એફિડેવિટ પણ કાઢી શકશે અને નાનામાં નાના ગામમાં હવે ઓનલાઇન અલગ-અલગ 22 સેવાઓને લગતા કામ ઓનલાઈન થઈ જશે. રાશન કાર્ડ, વિધવા સર્ટિફિકેટ, ચૂંટણી કાર્ડ વગેરે માટે ગામડાના લોકો.
એ કચેરી ધક્કા નહીં ખાવા પડે અને હાલ 2700 ગામડાઓમાં સેવા શરૂ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!