ગુજરાત રાજ્યમાં લગ્ન પ્રસંગ ને લઈને રાજ્યની રૂપાણી સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, જાણો વિગતે

ગુજરાત રાજ્યમાં લગ્ન પ્રસંગને લઇને રૂપાણી સરકાર એક નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. હવે લગ્ન માટે ઓનલાઇન મંજૂરી લેવી પડશે. આયોજકે પોર્ટલ પર ઓનલાઈન પરવાનગી લેવાની રહેશે. રાજ્યમાં કુરબાની સ્થિતિને લઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન લેવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે ઓર્ગેનાઇઝિંગ મેરેજ ફંકશન નામનું ઓનલાઈન સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં લગ્ન પ્રસંગો માટે ઓનલાઇન રજીસ્ટેશન કરાવવાનું.

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.રાજ્યના ગૃહ વિભાગે પ્રસંગોને લઈને જ પરિપત્ર બહાર પાડ્યો છે અને તેમાં જણાવ્યું છે કે, લગ્ન જેવા પ્રસંગોમાં ખુલ્લા સ્થળો કે બંધ સ્થળો, સ્થળ ના ક્ષમતાના 50 ટકાથી વધુ નહીં પરંતુ 100 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગ આયોજનને મંજુરી મળશે.

લગ્ન પ્રસંગે કે સમારોહ માટે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અને લગ્ન પ્રસંગો રજીસ્ટ્રેશન માટે અલગથી સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

www.digitalgujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરવાની રહેશે. આ અરજી કર્યા બાદ આયોજકોએ સ્લીપ સાથે રાખવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*