ખેત મજૂરી કરનાર મા બાપનો દીકરો બન્યો ASI,ધનજી કોળીની આ સફળતા વિશે સાંભળીને…

મિત્રો જાત મહેનતે વ્યક્તિ સફળતાના દરવાજા સુધી જરૂર પહોંચે છે પછી ભલે તે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ સફળતા સામે ચાલીને તમારા માટે દરવાજો કોલેજ છે અને આજે અમે તમને ભુજના એક નાનકડા ગામના યુવાન ધનજીભાઈ કોળીની વિશે વાત કરવાના છીએ જેના વિશે સાંભળીને તમે પણ ગર્વ લઈ શકો છો તમે પણ શીખી શકો છો.

આ યુવાન ધનજીભાઈ કોળી એક સામાન્ય ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ધનજીભાઈ સંઘર્ષ કરીને સફળતા મેળવી છે અને તેમના પરિવારની રોનક બદલાઈ ગઈ છે ધનજીભાઈ આપમેળે ASI તરીકે પોસ્ટિંગ મેળવેલ છે જે તેમના પરિવાર સમાજ માટે ખૂબ જ ગર્વની વાત કહી શકાય. ગુજરાતની જાણીતી ચેનલ ન્યુઝ 18 સાથે વાતચીત કરતા તેઓએ

News18 Gujarati

જણાવ્યું કે માતા-પિતા ખેત મજૂરી કરીને બે ભાઈ અને ત્રણ બહેનોનું પાલનપોષણ તથા ભણતરનો ખર્ચો ઉપાડતા હતા અને આર્થિક પરિસ્થિતિ તથા સામાજિક જાગૃતિ ન હોવાના કારણે મારા ભાઈ બહેન માત્ર પ્રાથમિક શિક્ષણ જ મેળવી શક્યા પરંતુ માતા-પિતાના સહયોગથી અને ભણવાની પ્રગટના કારણે મેં ઉચ્ચ શિક્ષણ મેળવ્યો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે

વેકેશન દરમિયાન અમૂલ ડેરીમાં તથા એન્કર કંપનીમાં મશીન ઓપરેટર તરીકે પણ કામ કર્યું છે.આ ઉપરાંત તેઓએ સમય કાઢીને પરીક્ષા લક્ષી વાંચન કરીને તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ જેવી સરકારી ભરતીના ફોર્મ ભર્યા હતા અને તેઓએ પોલીસ બનવાનું નક્કી કર્યું હતું અને પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ ટેસ્ટ માટે તેઓ દરરોજ બસમાં અપડાઉન કરી ભુજની લાલન કોલેજમાં

ગ્રાઉન્ડમાં દોડવાની પ્રેક્ટિસ કરતા હતા અને અગાઉ શાળા અભ્યાસ દરમિયાન 3000 મીટર અને 1,500 m માં પહેલો અને બીજો ક્રમાંક પણ મેળવ્યો છે.2020 ની સાલમાં તેઓ કોન્સ્ટેબલ તરીકે પોલીસ ખાતામાં જોડાઈ ગયા ત્યારબાદ તેઓએ પીએસઆઇ અને

એસ આઈ ની ભરતી ની પરીક્ષામાં પણ સફળતા મેળવી. સદનસીબે તેઓનું પશ્ચિમ કચ્છમાં જ એસઆઇ તરીકે પોસ્ટિંગ થયું છે અને પોતાના વતનમાં તેઓ હવે ફરજ બજાવશે અને પોતાની સફળતા માટે માતા-પિતા તથા ગુરુનો આભાર માને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*