વડોદરામાં બનેલો વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવી રહ્યો છે. વડોદરાના ડભોઇમાં માત્ર 13 વર્ષના બાળકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. જાણવા મળી રહ્યો છે કે ગઈકાલે બાળકનું સાંજના સમયે હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.
મૃત્યુ પામેલા 13 વર્ષના માસુમ બાળકોનું નામ વૈભવ હિતેશભાઈ સોની છે. વૈભવ વડોદરામાં ડભોઇમાં આવેલી આયુષ સોસાયટીમાં રહેતો હતો. ગઈકાલે વૈભવ બપોરના સમયે સોસાયટીમાં સાયકલ ચલાવી રહ્યો હતો. ત્યારે તે સાયકલ ચલાવતી વખતે પડી ગયો હતો.
જેથી તેને સામાન્ય ઇજા પહોંચી હતી. એટલે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે વૈભવના એક્સરે સહિતના ટેસ્ટ કર્યા હતા. આ દરમિયાન તેના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. પછી ડોક્ટરે દુખાવો બંધ થવાની દવા આપીને વૈભવને ઘરે જવા દીધો હતો.
પછી હોસ્પિટલેથી ચાલીને વૈભવ પોતાના પરિવાર સાથે ઘરે આવ્યો હતો. ત્યારે સાંજના સમયે અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. એટલે પરિવારના સભ્યોએ તેને જરૂરી દવા આપીને સુવડાવી દીધો હતો.
જ્યારે સાંજે 7:30 વાગ્યાની પરિવારના સભ્યો વૈભવને જગાડવા ગયા ત્યારે તે જાગ્યો જ નહીં. એટલે તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં આજે ડોક્ટરે વૈભવને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર વૈભવનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
માત્ર 13 વર્ષના બાળકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા જ પરિવારજનો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ગુજરાતમાં સતત હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. જેના કારણે ગુજરાતીઓ ચિંતામાં મુકાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment