બોલો જય માં મોગલ… તમને બધાને ખબર હશે કે માં મોગલના તો પરચા અપરંપાર છે. માત્ર માં મોગલનું નામ લેવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જતી હોય છે. જો કોઈપણ વ્યક્તિ સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખે તો માતાજી તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. માં મોગલે અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે.
ત્યારે આજે આપણે તેવા જ એક પરચા વિશે વાત કરવાના છીએ. મિત્રો કબરાઉમાં આવેલા માં મોગલના ધામમાં એક મહિલા પોતાના દીકરા સાથે પહોંચી આવી હતી. અહીં આવીને કહ્યું કે તેના દીકરાની તબિયત બગડી ગઈ હતી અને દીકરો સરખો ચાલી પણ શકો ન હતો.
ઘણી જગ્યાએ બતાવ્યું પરંતુ દીકરાની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નહીં. મહિલાએ જણાવ્યું કે દીકરાની સારવાર માટે ઘણા રૂપિયા ખર્ચી નાખ્યા પરંતુ દીકરાની તબિયતમાં કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નહીં. મહિલાએ જણાવ્યું કે છેવટે બધાથી કંટાળીને તેને મા મોગલની માનતા માની હતી.
મહિલાએ માનતા માની હતી કે, જો તેમનો દીકરો જલ્દી સારો થઈ જશે તો દીકરાને લઈને માં મોગલના ધામ કબરાઉ આવીશ અને માતાજીના ચરણમાં 5100 રૂપિયા ચડાવીશ. મહિલાએ માતાજીને માનતા માની અને પછી થોડાક જ સમયમાં તેમનો દીકરો ચાલતો થઈ ગયો હતો અને તેની તબિયત પણ ખૂબ જ સારી થઈ ગઈ હતી.
એટલા માટે મહિલા પોતાના દીકરા સાથે 5100 લઈને કબરાઉ પહોંચી હતી. અહીં તેમને મા મોગલના આશીર્વાદ લીધા હતા અને મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. મણીધર બાપુએ મહિલાને કહ્યું કે, માં મોગલને કોઈપણ પ્રકારના દાનભેટની જરૂર નથી. પછી બાપુએ મહિલા પાસેથી 5100 રૂપિયા લઈને તેને કહ્યું કે આ રૂપિયા તારી દીકરી ને આપી દેજે. મા મોગલ તને હંમેશા માટે રાજી ખુશી રાખશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment