કેનેડામાંથી નોકરીને લઈને થયો મોટો ખુલાસો,પૈસા કમાવાની લાલચે જતા ગુજરાતીઓની હાલત ફૂલ ખરાબ,સાંભળો ત્યાંના વિદ્યાર્થીની વ્યથા…

આજે ગુજરાત રાજ્યમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓને વિદેશ જઈને નોકરી કરીને ખૂબ જ પૈસા કમાવા છે અને તેના માટે વાલીઓ પણ ખૂબ મહેનત કરીને બાળકોને વિદેશ મોકલતા હોય છે પરંતુ કહેવાય છે કે જે બધું પીળું દેખાય એ સોનું હોતું નથી એવી હકીકત હાલમાં કેનેડા થી સામે આવી રહી છે.

એક રિપોર્ટ અનુસાર માહિતી મળી રહી છે કે ત્રણેક વર્ષ પહેલાં પંજાબની 24 વર્ષે યુવતી કેનેડા આવી હતી અને ત્યાં તેને અભ્યાસ કરી રહી હતી ત્યારે ઘણા લોકો પાસેથી માત્ર કેનેડા વિશે તે સાંભળતી હતી કે કેનેડા એક સારું શહેર છે વિદ્યાર્થીઓ પાસે ગાડીઓ છે મોટા ઘર છે

અને એવા ઘણા બધા સોશિયલ મીડિયામાં તેને વીડિયો પણ જોયા હતા અને યુવતીના માતા-પિતા પ્રોફેસર હતા અને તેઓ ઇચ્છતા હતા કે દીકરી કેનેડા જાય અને યુવતીના મગજમાં પણ કેનેડાનું ભૂત સવાર હતું.જોકે યુવતી ને કેનેડા જઈને અહેસાસ થયો કે સપનામાં અને હકીકતમાં ઘણું બધું મોટું અંતર હોય છે

કારણ કે એજન્ટો મોટી મોટી ફાકાઓને વાતો સંભળાવતા હોય છે પરંતુ ઘણી બધી વસ્તુ છુપાવતા હોય છે. યુવતી કહે છે કે મારે સાત મહિના સુધી બેઝમેન્ટમાં એક હોલમાં રહેવું પડ્યું અને અભ્યાસ પૂરો કર્યા બાદ એક સુરક્ષા ગાર્ડના રૂપમાં કામ કરી રહી છું.

અહીં નોકરી મેળા માટે લાંબી લાઈનો લાગે છે જેમાં વધારે લોકો ભારતીય હોય છે અને તેમાં પણ પંજાબીઓને ગુજરાતીઓનું પ્રમાણ વધારે હોય છે.28 વર્ષીય યુવક જે 2023 માં સ્ટડી પરમિટ પર કેનેડા ગયો હતો અને ત્યાં તે પ્રોજેક્ટ મેનેજમેન્ટ નો અભ્યાસ કરી રહ્યો છે અને ભારતમાં તેમનો પરિવાર મજૂરી કરે છે. અને 22 લાખ રૂપિયા નું દેવું કરીને દીકરાને કેનેડા મોકલ્યો અને દેવું

પૂરું કરવા માટે બે શિફ્ટ માં કામ કરી રહ્યો છે અને મુશ્કેલી થી પાંચ કલાકની ઊંઘ તેને માંડ મળે છે. તે કહે છે કે કેનેડા એક જેલ છે જ્યાં બધી સુવિધાઓ છે પણ તમે તેમાંથી બહાર નથી નીકળી શકતા.જાન્યુઆરી 2024 થી કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર પ્રતિબંધ લગાવ્યો છે જે બે વર્ષ માટે 35% નો ઘટાડો કર્યો છે અને કેનેડા હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ માસ્ટર્સ કરતા હોય તેમના પતિ પત્નીને વિઝા આપે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*