બહેનો રાખડી બાંધવા માટે ભાઈને રાહ જોતી રહી… પરંતુ તે પહેલા ભાઈને એવું દર્દનાક મોત મળ્યું કે…સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 11:50 am, Thu, 31 August 23

ગઈકાલે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રક્ષાબંધનના દિવસે ત્રણ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી ન શકે. બહેનો રાખડી બાંધવા માટે ભાઈની રાહ જોતી રહી પરંતુ ભાઈનું રક્ષાબંધનના દિવસે જ તડપી તડપીને મોત થયું છે.

જાણવા મળી રહ્યું છે કે, ભાઈ ને સાપ કરડ્યો હતો અને ત્યારબાદ ભાઈનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ દુઃખદ ઘટના હરિયાણાના કરનાલ જિલ્લામાંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલો વ્યક્તિ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. આ ઘટના બનતા જ બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ શિશપાલ હતું અને તેઓ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ગામમાં એક ખેતરમાં ડાંગરના પાકમાં દવા છાંટવાનું કામ મળ્યું હતું. રક્ષાબંધનના દિવસે તેમને વિચાર્યું કે પહેલા દવા છાટેલો ને પછી સારા ચોઘડિયામાં બહેનો પાસે રાખડી બંધાવવા જઇશ. ત્યારે ગઈકાલે જ્યારે શિશપાલ ખેતરમાં દવા છાંટી રહ્યા હતા, ત્યારે તેમના પગમાં એક ઝેરીલા સાથે ડંખ માર્યો હતો.

ત્યાર પછી તો તેમની તબિયત બગડવા લાગી હતી અને અચાનક જ તેઓ બેભાન થઈ ગયા હતા. પછી પરિવારના સભ્યો તેમને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી.

મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. રક્ષાબંધનના દિવસે જ શીશપાલ નું મોત થતા બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઉપરાંત ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. રક્ષાબંધનના દિવસે જ બહેનોને ભાઈના મોતના સમાચાર મળતા બહેનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બહેનો રાખડી બાંધવા માટે ભાઈને રાહ જોતી રહી… પરંતુ તે પહેલા ભાઈને એવું દર્દનાક મોત મળ્યું કે…સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*