બહેને સંતાન ન હોવાનું ખૂબ જ દુઃખ હતું, ભાઈથી આ દુઃખ જોવાયું નહીં અને માં મોગલની માનતા રાખી, માં મોગલે બહેનનું દુઃખ દૂર કર્યું…

Published on: 4:28 pm, Sat, 7 May 22

માં મોગલ નો પરચો અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને ભકતો માં મોગલ પર શ્રધ્ધા રાખીને માં મોગલની માનતા લેતા હોઈ છે. ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશુ જેમા ભાઈ બહેન નો પ્રેમ અનેરો જોવા મળ્યો છે એ ભાઈ પોતાની બહેનને ક્યારેય દુઃખી જોઇ શકતાં નથી.

એ ભાઈ પોતાની બહેનના ઘરે સંતાન સુખ પ્રાપ્તિ ન થતા કેટલાય દિવસથી ખૂબ દુઃખી હતો તેની બહેનના લગ્નના પાંચ વર્ષ થઈ ગયાં પરંતુ તેનો ખોળો ભરાતોન હતો તેથી તે તેની બહેન દુઃખી જોઇ શકતો ન હતો. ત્યારે પોતાની બહેનનો દુઃખ નજર સામે દેખાતું હતું કે તે તેને માં મોગલ ને યાદ કર્યા અને માં મોગલ પર શ્રદ્ધા રાખી.

માં મોગલની માનતા માની મારી બહેનના ઘરે ખોળો ભરાશે તો તમારા મંદિરે આવીને 5000 રૂપિયા તમારા ચરણે અર્પણ કરીશ અને આ યુવકે માં મોગલ પર અતૂટ શ્રદ્ધા રાખી હોવાથી મોગલે થોડાંક સમયમાં જ યુવક ની માનતા પૂર્ણ થઇ અને તેની બહેનના ઘરે દીકરાનો જન્મ થયો જેથી ખુશીનો પાર ના રહ્યો.

આ યુવકની માનતા પૂર્ણ થતા કબરાઉ સ્થિત આવેલા માં મોગલધામ આવી પહોંચ્યો અને કબરાવ સ્થિત માં મોગલ ધામ એ મણીધર બાપુ પણ બિરાજમાન છે તેમના ચરણોમાં 5000 રૂપિયા અર્પણ કરીને માં મોગલના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આ યુવકને આશીર્વાદ આપતા કહ્યું કે તમારી માનતા પૂર્ણ કરી છે.

મણીધરબાપૂ એ પાંચ હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે માં મોગલ એ પાંચ ઘણા સ્વીકારી અને આ પૈસા તું તારી બહેન ને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે તેમને કોઈ દાન કે ભેટ ની જરૂર નથી.માત્ર તેમની શ્રદ્ધાથી માનવામાં આવે એટલે ભક્તોના દુઃખ દૂર કરે છે.

માં મોગલ કોઈ લોકોને દુઃખી જોઈ શક્તી નથી જ્યારે પણ ભક્તો તેના જીવનમાં સમસ્યા કે દુઃખ આવે ત્યારે મોગલ ને યાદ કરે છે અને તેમના પર શ્રદ્ધા રાખીને તેમની માનતા માનતા હોય છે અને માં મોગલ પરચો બતાવ્યા કરે છે. તેથી જ કહેવાય છે કે દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થઈ છે માં મોગલ કોઈનો વાળ વાંકો થવા દેતી નથી.જય માં મોગલ

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બહેને સંતાન ન હોવાનું ખૂબ જ દુઃખ હતું, ભાઈથી આ દુઃખ જોવાયું નહીં અને માં મોગલની માનતા રાખી, માં મોગલે બહેનનું દુઃખ દૂર કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*