બહેને રક્ષાબંધન પહેલા પોતાની લાડલી દીકરીને ભાઈને ભેટમાં આપી દીધી, પોતાના ભાભીને ‘માં’બનવાનું સૌભાગ્ય આપ્યું…

Published on: 11:05 am, Sun, 17 December 23

મિત્રો રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના સંબંધને દર્શાવતો મહત્વનો તહેવાર છે. ત્યારે બહેને નાની હોય કે મોટી તે હંમેશા પોતાના ભાઈનું સારું જ ચાલતી હોય છે. ત્યારે આજે અમે તમને એક એવો કિસ્સો સંભળાવવાના છીએ કે જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.

એક બહેને રક્ષાબંધનના તહેવાર પહેલા પોતાના ભાઈને પોતાનો કાળજાનો કટકો ભેટમાં આપ્યો છે. સમગ્ર કિસ્સાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૂળ કપડવંજના રહેવાસી એવા સાગરભાઇ ભટ્ટના લગ્ન ઋત્વી નામની યુવતી સાથે થયા હતા.

લગ્ન બાદ ઘણા વર્ષો વીતી ગયા પરંતુ તેમના ઘરે પારણું બંધાતું ન હતું. જેના કારણે પરિવારજનો અને સાગરભાઇની બહેન સોનાલીને હંમેશા ચિંતા સતાવતી હતી. આવી પરિસ્થિતિ વચ્ચે બેહેને નિર્ણય લીધો કે, તે તેમનું બીજું બાળક પોતાના ભાઈ સાગરને આપશે.

પછી સોનાલીએ રક્ષાબંધનના તહેવાર પહેલા પોતાની દીકરીને પોતાના ભાઈને આપી હતી. બેહને પોતાના કાળજાને કટકા અને પોતાના ભાઈને આપી દીધો હતો. ત્યાર પછી તો સાગરભાઇના પરિવારમાં અનોખો આનંદ જોવા મળ્યો હતો. ત્યાર પછી તો આ કિસ્સાને લઈને સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચર્ચાઓ થવા લાગી.

જ્યારે સલોનીએ પોતાની લાડલી દીકરીને પોતાના ભાઈને આપી ત્યારે તેમના ભાભી ખુશીના આંસુએ રડી પડ્યા હતા. હાલમાં તો સાગરભાઇ અને તેમના પત્ની આફ્રિકામાં રહે છે. તેઓ દીકરીની ખૂબ જ સારી રીતે સંભાળ રાખે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "બહેને રક્ષાબંધન પહેલા પોતાની લાડલી દીકરીને ભાઈને ભેટમાં આપી દીધી, પોતાના ભાભીને ‘માં’બનવાનું સૌભાગ્ય આપ્યું…"

Leave a comment

Your email address will not be published.


*