લૂંટારો ગ્રાહક બનીને આવ્યો, પછી હથોડી SBI ગ્રાહક સેવાના કેન્દ્રના માલિકની કરી નાખી એવી હાલત કે… વીડિયો જોઈને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 5:01 pm, Fri, 26 August 22

હાલમાં બનેલી એક ચોક આવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ હથોડી વડે ખુરશી પર બેઠેલા વ્યક્તિ ઉપર પ્રહાર કરી રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રાયપુર શહેરમાં ધોળા દિવસે બનેલી એક લૂંટની ઘટના સામે આવી છે. જેમાં એક લૂંટારો SBIના ગ્રાહક સેવા કેન્દ્રમાં ઘૂસીને રોકડાની લૂંટ કરે છે અને હથોડી વડે સેન્ટ્રલના માલિકના માથે જીવલેણ પ્રહાર કરે છે.

ત્યારબાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે લુંટારાને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શહેરના ફાફાડીહ ચોક ખાતે SBIના કસ્ટમર કેર સેન્ટરમાં બની હતી.

તેના માલિક યાલા પ્રકાશ પર લુંટારાએ હથોડી વડે પ્રહાર કર્યા હતા. આ લૂંટારાની હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી. સમગ્ર ઘટના મંગળવારના રોજ સાંજના સમયે બની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લૂંટારો સૌપ્રથમ ગ્રાહક બનીને દુકાનમાં પહોંચ્યો હતો.

આ દરમિયાન સેન્ટરમાં SBIના ગ્રાહકોના પૈસા ટ્રાન્સફર કરવાનું કામ ચાલે છે. મળતી માહિતી અનુસાર યાલા પ્રકાશ દુકાનમાં ઝેરોક્ષ અને સ્ટેશનરી સંબંધિત કામ પણ કરતા હતા. ગ્રાહક તરીકે બનીને આવેલો લૂંટારો યાલા પ્રકાશને ઝેરોક્ષ કરવાનું કહે છે. ત્યારબાદ તે પોતાના બેગમાં રહેલી હથોડી બહાર કાઢે છે અને ત્રણથી ચાર વખત સેન્ટરના માલિકના માથા ઉપર પ્રહાર કરે છે.

જેના કારણે માલિક ઘટના સ્થળે બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ લુંટારો ત્યાં પડેલા રોકડા રૂપિયા લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાના થોડીક વાર બાદ આજુબાજુના દુકાનદારની નજર સેન્ટરમાં પડી હતી.

ત્યારબાદ તે લોકો મળીને સેન્ટરના માલિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા તેમના પરિવારના લોકો પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં યાલા પ્રકાશના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચે છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લૂંટારો ગ્રાહક બનીને આવ્યો, પછી હથોડી SBI ગ્રાહક સેવાના કેન્દ્રના માલિકની કરી નાખી એવી હાલત કે… વીડિયો જોઈને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*