મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. મિત્રો આજકાલ દરેક લોકો પોતાની આવડત અને બુદ્ધિનો સદુપયોગ કરીને અનેક પ્રકારના અલગ અલગ વ્યવસાય કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેને સાવ નાખી દેવાની વસ્તુ માંથી કંઈક એવી વસ્તુ બનાવવાનું શરૂ કર્યું કે આજે તે વ્યક્તિની સફળતા જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
આ વ્યક્તિ વેસ્ટ વસ્તુ માંથી બેસ્ટ બનાવીને કરોડો રૂપિયાની આજે કમાણી કરી રહ્યો છે. તો ચાલો આ વ્યક્તિ વિશે વિગતવાર જાણીએ. આ બિઝનેસમેનનું નામ વેદ કૃષ્ણ છે અને તે અયોધ્યાનો રહેવાસી છે. વેદ કૃષ્ણએ શેરડીના કચરામાંથી મોટા પાયે બાયોડિગ્રેડેબલ કપ, પ્લેટ, બાઉલ અને પેકેજીંગનો સામાન બનાવવાનું શરૂ કર્યું છે.
મળતી માહિતી અનુસાર વેદ કૃષ્ણ દર વર્ષે બે લાખ ટનથી વધુ શેરડીના કચરા પર પ્રક્રિયા કરીને તેમાંથી ઇકો ફ્રેન્ડલી વસ્તુ બનાવે છે. તેમના આ બિઝનેસની વાત કરીએ તો તેમનો આ બિઝનેસ ભારત, ઇજિપ્ત અને મેક્સિકો જેવા દેશોમાં ફેલાયેલો છે. વેદ કૃષ્ણની કંપનીનું વાર્ષિક ટન ઓવર લગભગ 300 કરોડની આસપાસનું છે.
વેદના પિતા એક બિઝનેસમેન હતા અને તેઓ પહેલા સુગર મીલ ચલાવતા હતા. પરંતુ મિલકતોના ભાગ પડતા તેમના પિતાની સુગર મીલ જતી રહી હતી. એટલે વર્ષ 1981 માં “યસ પક્કા” શરૂ કરી. તે સમયે વેદના પિતાએ શેરડીના કચરામાંથી કાર્ડબોર્ડ અને કાગળ બનાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ વેદના પિતાની હાર્ટ સર્જરી થઈ ગઈ હતી જેના કારણે બિઝનેસ ખૂબ જ નબળો પડી ગયો હતો.
આ દરમિયાન વેદ લંડનની મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં એડવેન્ચર સ્પોટ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો હતો. તેના પિતાની હાલત જોઈને તેને પોતાનું અભ્યાસ છોડીને પિતા પાસે જવાનું નક્કી કર્યું હતું. પરંતુ વેદે 1999 માં લંડનની પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી ભારત પરત ફરીને ત્રણ વર્ષ સુધી કામ કર્યું. તે સમયે કંપનીનું ટર્નઓવર લગભગ 25 કરોડ હતું. કંપનીને આગળ વધારવા માટે વેદે 85 કરોડ રૂપિયાનું રોકાણ તેમાં કર્યું હતું.
વેદની મહેનત અને પરિશ્રમના કારણે થોડાક જ વર્ષોમાં તે 25 કરોડની ટન ઓવર વાળી કંપની 117 કરોડની થઈ ગઈ હતી. એક દિવસ વેદને વિચાર આવ્યો અને તેને શેરડીના કચરામાંથી ફાઇબર કાઢવાનું અને પર્યાવરણને અનુકૂળ રહે તેવો સામાન બનાવવાનું શરૂ કર્યું. 2017માં વેદે ‘ચક’ નામની એક નવી બ્રાન્ડને જન્મ આપ્યો.
ત્યારબાદ વેદે શેરડીના કચરામાંથી કપ, પ્લેટ, બાઉલ અને પેકેજીંગ ની સામગ્રી બનાવવાનું શરૂ કર્યું ધીમે ધીમે આ ધંધો ખૂબ જ આગળ વધી ગયો અને કંપની 300 કરોડનું ટર્નઓવર કરે છે. આજે કંપનીમાં 15 લોકોને રોજગારી મળે છે. તેમના કંપનીના ગ્રાહકોમાં હલ્દીરામ, ચાઈ પોઇન્ટ, મેક ડોનાલ્ડ્સ જેવી ઘણી ફૂડ કંપનીઓના નામ સામેલ છે. આ સિવાય તેમની કંપનીની પ્રોડક્ટ amazon અને flipkart પર પણ ઉપલબ્ધ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment