MBBSના એડમિશન સમય અમદાવાદની આ મહિલા ડોક્ટરને પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય અનુભવ થયો હતો, મહિલાએ કહ્યું કે, આજે હું જે તે બાપાના આશીર્વાદથી…

Published on: 6:45 pm, Tue, 27 December 22

મિત્રો અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજની 100ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજના હાથે મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દરરોજ અહીં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં હરિભક્તો આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, લાખો રૂપિયાની નોકરી કરતા લોકો અહીં પોતાનું કામ ધંધો મૂકીને છેલ્લા બે ત્રણ મહિનાથી સેવા આપી રહ્યા છે. ત્યારે આજે આપણે અમદાવાદના માનસીબેન પટેલ વિશે વાત કરવાના છીએ. માનસી પટેલે પોતાના જીવનમાં પ્રમુખસ્વામી મહારાજના ચમત્કાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેમને ધોરણ 12 માં સારા ટકા આવ્યા હતા.

ત્યારબાદ બધાએ તેમને MBBS કરવાનું કહ્યું હતું અને તેમને એમબીબીએસમાં એડમિશન પણ મળી ગયું હતું. પરંતુ માનસી પટેલને સુરેન્દ્રનગરમાં એડમિશન મળ્યું હતું. તેમનો પરિવાર ઇચ્છતો હતો કે દીકરીને અમદાવાદની કોલેજમાં એડમિશન મળે અને તે સમયે અમદાવાદની કોલેજમાં એમબીબીએસ એડમિશન મળે. પણ તે સમયે ફક્ત બે સીટ માટે જ તેમને સુરેન્દ્રનગરમાં એડમિશન મળ્યું હતું.

ત્યારે માનસી બેનના પિતાએ પ્રમુખસ્વામી મહારાજને પત્ર લખ્યો હતો કે, મારી દીકરીને આશીર્વાદ આપો કે તેને અમદાવાદમાં એડમિશન મળી જાય. ત્યાર પછી પ્રમુખસ્વામી મહારાજ આજે આશીર્વાદ આપતા પત્ર લખ્યો હતો કે, તમારી દીકરી માનસીને અમદાવાદની કોલેજમાં એડમિશન મળી જશે. તે ખૂબ જ સારો અભ્યાસ કરશે અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશે.

પણ ત્યારે માનસી બેન ને અમદાવાદની કોલેજમાં એડમિશન મળ્યું નહીં. ત્યારે પરિવારના લોકોને થયું કે આવું કેમ થયું હશે. પરંતુ જ્યારે માનસી બેનને MS કરવાનો સમય આવ્યો ત્યારે તેમને અમદાવાદની કોલેજમાં એડમિશન મળી ગયું હતું.

માનસી બેને વધુમાં વાત કરતા જણાવ્યું કે, સારું થયું કે સુરેન્દ્રનગરમાં એમબીબીએસ કર્યું કારણ કે ત્યાં મારું જીવન બદલાઈ ગયું. ત્યાં ભગવાન સ્વામિનારાયણના જીવન વિશે મેં જાણ્યું અને આજે હું ખૂબ જ ખુશ છું. આજે માનસી બેન પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહ્યા છે. આવી જ રીતે પ્રમુખસ્વામી મહારાજ ઘણા લોકોના જીવન બદલી નાખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "MBBSના એડમિશન સમય અમદાવાદની આ મહિલા ડોક્ટરને પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય અનુભવ થયો હતો, મહિલાએ કહ્યું કે, આજે હું જે તે બાપાના આશીર્વાદથી…"

Leave a comment

Your email address will not be published.


*