કોરોનાવાયરસ ની કહેર વચ્ચે 74 મો સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે . આ પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કર્યા બાદ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમને આ કોરોનાવાયરસ ના રોકવા અંગે સૌથી મોટી જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં કોરોના ની ત્રણ રસી નું પરીક્ષણ જુદા જુદા તબક્કામાં થઈ રહ્યું છે. ટૂંક સમયમાં દરેક ભારતીય અને રસી પહોંચાડવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. વૈજ્ઞાનિકો દ્વારા લીલીઝંડી જ્યારે મળશે ત્યારે દેશમાં તૈયાર કરવામાં આવેલા વેક્સિન મોટાપાયે ઉત્પાદન કરવામાં આવશે.
નેશનલ ડિજિટલ હેલ્થ મિશન ને લઈને પીએમ મોદીએ કહ્યું કે તમારા બધા ટેસ્ટ, દરેક બીમારી ,તમને ક્યાં ડોક્ટરે કઈ દવા આપી ,ક્યારે આપી, તમારો રિપોર્ટ શું હતો, આ બધી જાણકારી એક હેલ્થ આઇડી માં સમાવેશ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિષયની ઉપરાંત વધારે બોલતા કહ્યું કે કોરોના મહામારી વચ્ચે 130 કરોડ દેશવાસીઓ ને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો છે . આત્મનિર્ભર ભારત દેશ વાસીઓ નું મન છવાઈ ગયું છે. આજે એક શબ્દ નથી પરંતુ 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે. આજે દુનિયા ઇન્ટરનેટ કનેક્ટ છે. એટલે માટે માંગ છે કે વિશ્વની અર્થવ્યવસ્થા માં ભારતનું યોગદાન વધારવું હોય આ માટે ભારતને આત્મનિર્ભર બનવું જોઈએ .જ્યારે આપણું પોતાનું સામર્થ્ય હશે તો આપણે દુનિયાની કલ્યાણ કરી શકશો. આપણે આત્મનિર્ભર ભારત બનવાનો પ્રયત્ન કરશે.
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે સ્વતંત્ર મભારતમાં શ્વાસ લઇ રહ્યા છે, તેની પાછળ ભારતના લાખો દિકરા દિકરીઓને ત્યાગ બલિદાન ,અને માં ભારતીની આઝાદી કરવા માટે સમર્થ છે. આ જેવા બધા સ્વતંત્ર સેનાનીઓ વીર શહીદોને નમન કરું છું. કોરોના સમયમાં પોતાના જીવની પરવા કર્યા વિના આપણા ડોક્ટર ,નર્સ, પેરામેડિકલ સ્ટાફ ,એમ્બ્યુલન્સ, કર્મચારી પોલીસકર્મી, સેવાકર્મી, સતત 24 કલાક કામ કરી રહ્યા છે .એવા બધા કોરોના વોરીયસ નમન કરું છું.
Be the first to comment