કલમ 370 ના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપી રહેલા તુર્કી હવે ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે અને મુસલમાનોને કટ્ટરપંથી બનાવવા માટે નાણાં પૂરા પાડે છે. એટલું જ નહીં, તુર્કી હવે પાકિસ્તાન પછી ‘ પ્રવૃત્તિઓ’ ના બીજા સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. એક જાણીતા અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ કેરળ અને કાશ્મીર સહિત દેશના તમામ ભાગોમાં હર્ડકોર ઈસ્લામિક સંગઠનોને તુર્કી તરફથી ફંડ મળી રહ્યું છે.
રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તુર્કી ભારતના મુસલમાનો ને કટ્ટરપંથી બનાવવા અને ઉગ્રવાદીઓને ભરતી કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તે લોકોનો પ્રયાસ દક્ષિણ એશિયાના મુસલમાનો પર પોતાનો પ્રભાવ વધારવા નો છે.તુર્કી મેં ફરી ધાર્મિક કટ્ટરતા તરફ લઈ જાય રહેલા રાષ્ટ્રપતિ નું પોતાને મુસ્લિમ દેશોના નેતા તરીકે સ્થાપિત કરવાનું સ્વપ્ન છે.
અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન સાથે મળીને તુર્કીએ પણ કતારના માધ્યમથી ઝાકીર નાઈક ને પણ ફંડ પૂરું પાડ્યું છે. વિવાદીત ઇસ્લામિક દેશના મુસ્લિમોને કટ્ટર બનાવવા અને આંતક માર્ગ પસંદ કરવા પ્રેરવાનો આરોપ છે. ભારત તેની શોધમાં છે અને હાલમાં તે મલેશિયામાં રહે છે.
ભારતીય અધિકારીઓનું માનવું છે કે રાષ્ટ્રપતિ તેના રાજકીય એજન્ડા હેઠળ દક્ષિણ એશિયાના મુસલમાનો પર ખાસ કરીને ભારતીય મુસલમાનો પર તુર્કી નો પ્રભાવ વધારવા માગે છે.અધિકારીઓનું કહેવું છે કે તુર્કી સરકાર ઘણા વર્ષોથી સૈયદ અલી શાહ જેવા કાશ્મીરમાં કટ્ટરપંથી અલગતાવાદી નેતાઓને પૈસા આપી રહ્યા છે. જોકે તાજેતરના સમયમાં તેણે કાશ્મીર સિવાય દેશના તમામ ભાગોમાં ઉગ્રવાદી સંગઠનોને નાણાં આપ્યા છે .ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે.